પોલીસનાં વેશમાં ગઠિયા ફરે છે, સાચી પોલીસ કે ખોટી , પહેલાં તપાસો પછી દંડ ભરજો

Spread the love

પોલીસનો સ્વાંગ રચીને રિક્ષાચાલકો પાસેથી તોડ કરતા વૃદ્ધની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. વહેલી પરોઢે વૃદ્ધે પોલીસની ઓળખ આપીને રિક્ષાચાલક પાસે ડોક્યુમેન્ટ અને લાયસન્સ માંગ્યુ હતું. રિક્ષાચાલક પાસે ડોક્યુમેન્ટ નહીં હોવાથી વૃદ્ધે એક હજારની માંગણી કરી હતી. જોકે, અંતમાં માત્ર 50 રૂપિયામાં પતાવટ થઇ હતી. રિક્ષાચાલકને શંકા જતા તેણે પોલીસ કંટ્રોલરુમમાં જાણ કરી દીધી હતી અને બાદમાં વૃદ્ધનો ભાંડો ફૂટ્યો હતો.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલા નરોત્તમનગરમાં રહેતા અને રિક્ષા ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા યશ ઠાકુરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ઉસ્માન ઉર્ફે બબન શેખ વિરુદ્ધ નકલી પોલીસ બનીને રૂપિયા પડાવવાની ફરિયાદ કરી છે. વહેલી પરોઢે યશ ઠાકુર નારોલથી પેસેન્જર બેસાડીને જમાલપુર તરફ લઇને આવી રહ્યો હતો ત્યારે બહેરામપુરા પોલીસ ચોકી પાસે એક શખ્સે તેની રિક્ષા રોકી હતી. શખ્સે પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી અને રિક્ષાના કાગળો તેમજ લાયસન્સની માંગણી કરી હતી.

યશ પાસે લાયસન્સ અને કાગળો નહીં હોવાથી શખ્સે રિક્ષા જમા કરવાની ધમકી આપીને એક હજાર રૂપિયાની માંગણી કરી હતી. યશ પાસે એક હજાર રૂપિયા નહીં હોવાથી શખ્સે 100 રૂપિયા માંગ્યા હતા, પરંતુ યશ પાસે 100 રૂપિયા પણ નહીં હોવાથી તેણે ભાડાના આવેલા 50 રૂપિયા શખ્સને આપીને જતો રહ્યો હતો. યશે તેની રિક્ષા થોડે દૂર ઉભી રાખી હતી અને બાદમાં શખ્સની હરકતો ઉપર નજર રાખવાનું શરૂ કરી દીધુ હતું. યશને શંકા જતા તેણે તરત જ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરીને જાણ કરી દીધી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને શખ્સની ધરપકડ કરી લીધી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે, તેનું નામ ઉસ્માન ઉર્ફે બબન છે. કાગડાપીઠ પોલીસે ઉસ્માન વિરૂદ્ધ નકલી પોલીસ બનાવનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com