ગુજરાતમાં લગભગ ત્રણ લાખ જેટલા ડિમેટ ખાતાઓ ફ્રીઝ કરાયા, આવા રોકાણકારો શેર બજારમાં લેવેચ, આઇપીઓ તથા મ્‍યુચ્‍યલ ફંડમાં રોકાણ નહીં કરી શકે

Spread the love

નેશનલ એકસચેંજના સભ્‍યોના અંદાજ અનુસાર પાન-આધાર લીંકીંગ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી વેલીડેશન ના હોવું જેવી ક્ષતિઓના કારણે ગુજરાતમાં લગભગ ત્રણ લાખ જેટલા ખાતાઓ ફ્રીઝ કરાયા છે. બીએસઇ રોકાણકારોના ડેટાના આધારે આ અંદાજ કરાયો છે. આવા રોકાણકારો શેર બજારમાં લેવેચ, આઇપીઓ તથા મ્‍યુચ્‍યલ ફંડમાં રોકાણ નહીં કરી શકે.અન્‍ય રાજયોની સરખામણીમાં ગુજરાત શેરબજારમાં વધુ રોકાણકારો માટે જાણીતુ છે.

૩ ઓકટોબર મુજબ, રાજયમાં ૧.૩૯ કરોડ રોકાણકારો નોંધાયેલા છે, જે મહારાષ્‍ટ્ર અને યુપી પછી ત્રીજા નંબરે આવે છે.

એસોસીએશન ઓફ નેશનલ એકસચેંજ મેમ્‍બર્સ ઓફ ઇન્‍ડિયા (એએનએમઆઇ)ના ડાયરેકટર વૈભવ શાહે કહ્યું, લગભગ ૩ ટકા જેટલા ડીમેટ ખાતાઓ ફીઝ થયા છે એનો અર્થ એ થાય કે ગુજરાતમાં ૩ થી ૪ લાખ ડીમેટ ખાતાઓ પેન્‍ડીંગ કોમ્‍પ્‍લાયન્‍સના કારણે કામ નહી કરી શકે. આમાંથી ઘણા ખાતાઓ જુલાઇમાં આપોઆપ જ કેવાયસી નોન કોમ્‍પ્‍લાયન્‍સના કારણે ફીજ થઇ ગયા હતા. જેમાં ઇમેઇલ અને મોબાઇલ નંબર વેરીફીકેશન ન હોતુ થયું તેવા ખાતાઓ એકસચેંજોએ સપ્‍ટેમ્‍બરમાં ફીઝ કર્યા છે.

વધુ પડતા ખાતાઓ ફીજ થયા હોવાની ફરીયાદો કેટલાક બ્રોકરો કરી રહ્યા છે. રાષ્‍ટ્રીય સ્‍ટોક બ્રોકીંગ કંપની લક્ષ્‍મી શ્રી ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ સીકયોરીટીઝ પ્રાઇવેટ લીમીટેડ પાસે ગુજરાતમાં લગભગ ૧૮૦૦૦ કલાયન્‍ટો છે અને તે અત્‍યારે ફીજ ખાતાઓને ફરીથી કામ કરતા કરવા માટે ઓવરટાઇમ કરી રહી છે કંપનીના પશ્‍ચિમ ઝોનના વડા વિરલ મહેતાએ કહ્યું, રાજયમાં અમારા કલાયન્‍ટોના લગભગ ૧૫ ટા ખાતાઓ ફ્રીઝ થઇ ગયા છે જેના કારણે તેઓ શેરબજારમાં કામ નથી કરી શકતા. બધા કલયાન્‍ટો ટેકનીકલ જાણકાર નથી હોતા એટલે તેઓ કોમ્‍પ્‍લાયન્‍સ નિયમો જાળવવામાં તકલીફ અનુભવે છે. કેટલાક કિસ્‍સાઓમાં રોકાણકારોએ પોતાનો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઇડી બંધ કર્યુ છે અને તેમણે નવા નિયમ અનુસાર પોતાનું કેવાયસી અપડેટ નહી કર્યુ હોવાથી તેમના ખાતા ફીઝ થયા છે. નવા ખાતાધારકોને કોઇ તકલીફ નથી ભોગવવી પડતી. જો કે બ્રોકરો આ પ્રોબ્‍લેમ સોલ્‍વ કરવા કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com