દારુ કૌભાંડમાં હવે આમ આદમી પાર્ટીના ત્રીજા મોટા નેતા ઝપટમાં આવ્યાં છે. દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડની તપાસમાં કરી રહેલી ઈડીએ હવે ત્રીજા મોટા નેતાઓની ધરપકડ કરીને કૌભાંડના મૂળ સુધી જવાનો પ્રયાસ કર્યો છે. ઈડીએ આજે સવારે તેમના નિવાસસ્થાને દરોડા પાડીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જે પછી તેમની ધરપકડ કરાઈ છે.ઈડીએ સંજય સિંહની તેમના ઘેર 10 કલાક પૂછપરછ કરી હતી જે પછી તેમની ધરપકડ કરાઈ હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સંજય સિંહના નિવાસસ્થાને દરોડા પાડ્યાં હતા. અગાઉ આ વર્ષના મે મહિનામાં પણ EDએ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. તે સમયે તેના સહયોગીઓના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સંજય સિંહ સતત ED અને CBIને ઘેરી રહ્યા છે. તેઓ કહેતા રહ્યા છે કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે.
દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના ત્રીજા મોટા નેતા ઈડીની ઝપટે ચઢ્યાં છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને કેજરીવાલના ખાસ મનીષ સિસોદીયાની પણ ઈડી દ્વારા ધરપકડ કરાઈ હતી. સિસોદીયા હાલમાં તિહાડ જેલમાં કેદ છે. સિસોદીયા પહેલા આપ નેતા અને તે વખતના મંત્રી સત્યેન્દ્ર જૈનની પણ ધરપકડ કરાઈ હતી.
સીબીઆઈ અને ઈડી બન્નેએ દારુ કૌભાંડમાં અત્યાર સુધી આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતા, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહની ધરપકડ કરી છે. બીજા નેતાઓ પણ ઈડીની ઝપટમાં ચઢી શકે છે.
દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડમાં આરોપ છે કે કેજરીવાલ સરકારે એક નવી આબકારી નીતિ લાવીને માનીતાને ફાયદો કરાવ્યો હતો અને મનમાની રીતે દારુની દુકાનોના લાઈસન્સ ફાળવ્યાં હતા જેના બદલમાં આમ આદમી પાર્ટીને ચૂંટણી ફંડ અપાયું હતું.