બ્રાઝિલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ 10 મિનિટની અંદર 2 અથવા 3 નહીં પણ એકસાથે 6 બાળકોને જન્મ આપ્યો છે. આ 6 બાળકોમાંથી એક તો એટલું નાનું છે કે, ડોક્ટરના હાથમાંથી સરળતાથી આવી જાય છે. આ બાળકોની માતા ક્વેઝિયા રોમુઆલ્ડો છે. ક્વૈઝિયાના તમામ 6 બાળકો હેલ્ધી છે. જેણે પણ આ ઘટનાવિશે સાંભળ્યું તે ચોંકી ગયા કે આખરે આવું કેવી રીતે થઈ શકે. અમુક વ્યક્તિએ તો તેને અજાયબી ગણાવી હતી.
ક્વેઝઇયા અને તેના પતિ મેગડિલ કોસ્ટા એપ્રિલમાં જ 6 બાળકોના પિતા બનવાના હતા. તેમણે ડોક્ટર્સને બતાવ્યું હતું કે ,ક્વેઝિયાના પેટમાં 6 બાળકો છે. બંને પહેલાથી એક બાળકના માતા-પિતા છે, જે હાલમાં પાંચ વર્ષનું છે. તેમણે પોતાના થનારા 6 બાળકોને ધ્યાને રાખીને બ્રાઝિલના કોલાટિના શહેરમાં પોતાના ઘરને રેનોવેટ પણ કરાવી દીધું છે. પણ તેમને માતા-પિતા બનવા માટે ઓક્ટોબર સુધી રાહ જોવી પડી. ડોક્ટર્સને આ ડિલીવરી માટે ખૂબ જ મહેનત કરવી પડી. 7 સપ્ટેમ્બરે ક્વેઝિયાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાદમાં 4 અઠવાડીયા બાદ તેણે કોલાટિના હોસ્પિટલમાં 6 બાળકોને જન્મ આપ્યો છે. તેના માટે ડોક્ટર્સને સર્જરી કરવી પડી હતી. ક્વેઝિયાની ડિલિવરી માટે કુલ મળીને 32 મેડિકલ પ્રોફેશનલ્સને લગાવ્યા હતા, જેમાં ડોક્ટર્સ, નર્સ, ફિઝિયોથેરેપિસ્ટ, નર્સિંગ ટેક્નિશિયન, એનેસ્થેટિક અને પીડિયાટ્રિશિયન સામેલ છે.
ક્વેઝિયાએ સોમવારે કોલાટિનાની હોસ્પિટલમાં પોતાના 6 બાળકોને જન્મ આપ્યો છે. ડોક્ટર્સે જણાવ્યું છે કે, ક્વેઝિયાએ સર્જરીના 10 મિનિટની અંદર જ 6 બાળકોને જન્મ આપી દીધો. તમામ બાળકો સ્વસ્થ છે. એક ડોક્ટર્સે જણાવ્યું છે કે, એક બાળક એટલું નાનું છે કે, તેમના હાથમાં આરામથી આવી જાય છે. આ તમામ બાળકોને શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ રહી હતી. પણ ફટાફટ સારુ થઈ ગયું. કારણ કે તેમને મેડિકલ દેખરેખ હેઠળ રાખવામા આવ્યા હતા. જન્મતાની સાથે જ આ બાળકોના નામ રાખી દેવામાં આવ્યા છે. આ બાળકોના નામ થિયો, મેટો, લૂકા, હેનરી, એલોઆ તથા માયટે રાખવામા આવ્યા છે.