સગી માતાએ દિકરાના ટુકડાં કર્યા અને પછી ખાઈ ગઈ..

Spread the love

કોઈ પણ માતા માટે તેનું સંતાન જ સૌથી વધુ વ્હાલું હોય છે. આમ છતાં એવા અનેક કિસ્સાઓ આજકાલ સામે આવે છે જે જાણીને મનમાં એમ થાય કે શું કળિયુગમાં માતા આવી હોય છે? આવું જ એક કળિયુગી માતાનું કારનામું સામે આવ્યું છે જે જાણીને તમને ધ્રુજારી છૂટી જશે. જેણે પોતાના 5 વર્ષના માસૂમ બાળકનું માથું પહેલા તો ચાકૂથી ધડથી અલગ કર્યું અને પછી તેને ખાઈ ગઈ.

મહિલાનું આ પાગલપણું અહીં જ ન અટક્યું…તેણે ત્યારબાદ ચાકૂથી તેના પુત્રના શરીરના નાના નાના ટુકડાં કરી નાખ્યા અને પછી તેને પણ ખાઈ ગઈ. કોર્ટ પણ આ માતાની ધૃણાસ્પદ હરકત જોઈને સ્તબ્ધ થઈ ગઈ. પરંતુ કોર્ટે અહીં માતાને સજા આપવાની જગ્યાએ પાગલપણાની સૌથી ખતરનાક સ્થિતિનો ભોગ ગણતા તેની સારવારનો આદેશ આપ્યો છે. મહિલાને સારવાર માટે પાગલખાને મોકલી દેવાઈ છે.

આ હચમચાવી નાખે તેવી ઘટના ઈજિપ્તના ફેક્સ શહેરની છે. જ્યાં એક પરિવારમાં 29 વર્ષની માતા હના મોહમ્મદ હસન પર તેના 5 વર્ષના પુત્ર યુસુફની હત્યા કરવાનો અને તેના શરીરના ટુકડાં ખાઈ જવાનો આરોપ લાગ્યો છે. મહિલાના પાગલપણાવાળી આ બિભત્સ હરકતની જાણ ત્યારે થઈ જ્યારે યુસુફના કાકાએ ઘરમાં એક બાલ્ટીમાં શરીરના કેટલાક કાપેલા અંગો જોઈને મહિલાની પૂછપરછ કરી. મહિલા દ્વારા પુત્રની હત્યા કબૂલ કરવામાં આવતા તેમણે પોલીસને બોલાવીને તેની ધરપકડ કરાવી દીધી.

મહિલાએ પોલીસ અટકાયતમાં બાળકની હત્યાનું કારણ જણાવ્યું. તેણે કહ્યું કે તે હંમેશા માટે તેના પુત્રને પોતાની સાથે જ રાખવા માંગતી હતી. તેણે કહ્યું કે આથી મે તેને કાપીને ખાઈ લીધો. સરકારી વકીલે આરોપ લગાવ્યો કે હનાએ તેના પુત્રની કસ્ટડી પૂર્વ પતિ પાસે જતા રોકવા માટે યોજના ઘડીને તેની હત્યા કરી. તે નહતી ઈચ્છતી કે બાળક તેના પિતા પાસે રહે.

સરકારી વકીલે આરોપ લગાવ્યો કે હના મોહમ્મદ હસને પાગલપણાની હાલતમાં નહીં પરંતુ સંપૂર્ણ હોશમાં પ્લાનિંગ બનાવીને હત્યા કરી છે. તેણે તમામ બારી-બારણા બંધ કર્યા બાદ એક મોટી લાકડી અને છરી લઈને ત્રણ વખત પુત્રના માથા પર વાર કર્યો. પુરાવાનો નાશ કરવા માટે તેણે પુત્રના શરીરના ટુકડાં કરી નાખ્યા.

કોર્ટે મહિલાની તપાસ મનોચિકિત્સકની એક પેનલ પાસે કરાવી જેણે મહિલાને માનસિક રીતે નબળી ગણાવી. પેનલે રિપોર્ટમાં જણાવ્યું કે મહિલાને તેના સંબંધીઓ પર પુત્ર વિરુદ્ધ જાદુટોણા કરવાનો ભ્રમ હતો. માનસિક નબળાઈના કારણે જ તેણે હત્યા જેવા અપરાધને મામૂલી ભૂલ ગણ્યો છે. પેનલના રિપોર્ટના આધારે કોર્ટે મહિલાને અપરાધિક પાગલ જાહેર કરી છે. પાગલ જાહેર કર્યા બાદ કોર્ટે તેને પેરવી કરવાની સ્થિતિમાં ન ગણી. આ કારણે કોર્ટે આદેશ આપ્યો કે મહિલાને કાહિરાની અબ્બાસિયા માનસિક અને ન્યૂરોલોજિકલ સ્વાસ્થ્ય હોસ્પિટલમાં અટકાયતમાં રાખવામાં આવે.

હાના હસન અને તેનો 5 વર્ષનો પુત્ર યુસુફ તેના પતિથી અલગ થયા બાદ એકલા રહેતા હતા. પતિએ દાવો કર્યો કે તેની પત્નીને સારી રીતે ખબર હતી કે તે શું કરી રહી છે. પતિએ પોતાના ભૂતકાળ અને પુત્ર સાથે સંબંધ જાળવી રાખવાના પોતાના પ્રયત્નો વિશે પણ જણાવ્યું. તેનાથી ખબર પડી કે  મહિલાએ બાળકને પતિથી દૂર રાખવા તથા તેના દિલમાં નફરત પેદા કરવાની કોશિશ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com