ગુજરાતમાં અંબાજીએ હિન્દુઓની આસ્થાનું સૌથી મોટું પ્રતિક છે. અંબાજીએ શક્તિની આરાધનાનું સ્થાનક છે. વર્ષોથી અહીં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે. ત્યારે વર્ષોથી અહીં મોહનથાળના પ્રસાદનું વિતરણ કરાય છે. જોકે, મોહનથાળમાં વપરાતા ઘી માં ભેળસેળનો મામલો સામે આવતા ભારે વિવાદ ઉભો થયો છે. અંબાજીમાં પ્રસાદી અંગે થયેલાં ભારે વિવાદ બાદ ગુજરાત સરકારે આ અંગે એક મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત અંબાજી મંદિરના પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને છ માસ માટે સોંપવામાં આવી છે. આ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ શ્રી ટચ સ્ટોન ફાઉન્ડેશન ઉપર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે મંદિર પ્રશાસને અને વહીવટી તંત્રએ મોહનથાળની પ્રસાદી બનાવવા માટે ચોરને કાઢીને ઘંટી ચોરને કામ સોંપ્યું છે. મોહિની કંપનીએ ભક્તોની આસ્થા અને આરોગ્ય સાથે ચેડાં કર્યા અને તેને કાઢ્યો અને હવે તાત્કાલિક બીજા ચોરના ભાઈ ઘંટી ચોરને કામગીરી કેમ સોંપી તે ખબર નથી પડતી. હવે જેને મોહનથાળ બનાવવાનું કામ આપ્યું છે તે કંપની અગાઉ મોહનથાળ બનાવતી હતી ત્યારે તે મોહનથાળમાં દૂધની જગ્યાએ ગરમ પાણીમાં પાઉડર નાખીને મોહનથાળ બનાવીને ગેરરીતિ કરતી હતી ત્યારે પકડાયેલી છે અને તેને તે વખતના વહીવટીદાર બ્રહ્મભટ અને નાયબ મામલતદાર એમ.કે પટેલે તેને પ્રસાદ બનાવવામાં ગેરરીતિ કરતા પકડીને લાખો રૂપિયાનો દંડ કર્યો હતો. તેમ છતાં તેજ ઘંટી ચોર કંપનીને ફરીથી મોહનથાળ બનાવવાનું કામ કેમ સોંપાયું તે વિચારવા લાયક છે.
ઉલ્લેખનીય છેકે, અગાઉ મોહનથાળ પ્રસાદની સંતોષકારક અને સુચારુ ચાલનને ધ્યાને રાખી સરકારે હંગામી ધોરણે મોહની કેટરર્સને ટેન્ડર પ્રક્રિયાના આધારે આપવામાં આવી હતી પરંતુ ભેળસેળ ઘી મામલે તેને બ્લેક લિસ્ટ કરાઈ છે. હવે મહોનથાળ પ્રસાદનો કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યો છે. પાપ્ત માહિતી મુજબ અગાઉ વર્ષ 2012થી 2017 સુધી શ્રી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને અંબાજીમાં મોહનથાળ પ્રસાદ સંચાલનની કામગીરી કરેલી છે. ત્યારે વધુ એક વખત આ કોન્ટ્રોક્ટ એજન્સીને છ માસમાં માટે આપવામાં આવ્યો છે. જે ટચ ફાઉન્ડેશન અક્ષયપાત્રનો જ એક ભાગ છે.
વધુમાં દાંતાથી કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું છેકે, અંબાજી મંદિર ટ્રસ્ટ પાસે મોટો સ્ટાફ છે તમામ સાધન સામગ્રી છે તો તે જાતે જ મોહનથાળ બનાવી શકે તેમ છે તો કેમ અન્ય કંપનીઓને કામ સોપાય છે..મંદિર ટ્રસ્ટ પોતેજ ઉત્તમ પ્રકારનો મોહનથાળ બનાવીને ભક્તોને આપી શકે છે તો કેમ બીજી કંપનીઓને કામ સોપાય છે બીજાને કામ આપવામાં શુ મલાઈ મળે છે .કે આવી ચોર કંપનીઓને કામ અપાય છે.મોહનથાળ બનાવવાનું કામ જે કંપનીને અપાયું છે તેની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને કોર્ટમાં પણ કેસો ચાલે છે તો શું જોઈને આને કામ અપાયું