Gj 18 ખાતે કેસરીયા ગરબો રમઝટ બોલાવશે, હાઉસફુલ, ભર ચક ભીડ ઉમટશે, અયોધ્યામંદિરની ઝેરોક્ષ હુંબહુ કોપી, શ્રીરામની પાદુકાઓ-અંબાજીની જ્યોતથી ૫૧ હજાર દિવડાની આરતી સાથે છેલ્લાનોરતા એ રાવણદહનનું ભવ્ય આયોજન

Spread the love

 

ગાંધીનગર ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરીત સહાય ફાઉન્ડેશનના નેજાં હેઠળ પાટનગરની મધ્યમાં સેકટર – 11 નાં રામકથા મેદાનમાં મેદાનમાં અત્યારસુધીનાં સૌથી મોટા આયોજન સાથે “કેસરિયા ગરબા – 2023” નું આયોજન કરવામાં આવ્યું છે. અહીં અયોધ્યા મંદિરની 108 ફૂટ ઊંચી આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત અયોધ્યાથી પૂજા કરીને ભગવાન શ્રી રામની પાદુકાઓ તેમજ અંબાજીથી જ્યોત લાવવા ઉપરાંત આઠમનાં દિવસે 51 હજાર દીવડાંની મહાઆરતી પણ કરાશે. અહીં એકસાથે 12 હજાર ખેલૈયાઓ ગરબાના તાલે મન મૂકીને ઝુમી શકે તેવું ડસ્ત ફ્રી ગ્રાઉન્ડ તૈયારી થઈ રહ્યું છે. જેનાં માટે 12 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે.

સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેસરિયા ગરબા મહોત્સવ અંગે કેતન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલની પ્રેરણાથી વિવિધ સેવાકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક, આરોગ્યલક્ષી, પર્યાવરણલક્ષી તેમજ રમતગમત સહિતની પ્રવૃતિઓના આયોજનના ધ્યેય સાથે “સહાય ફાઉન્ડેશન”ની સ્થાપના કરવામાં આવી છે. જે અંતર્ગત દર વર્ષે સમયાંતરે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જે તહેવાર પ્રત્યેક ગુજરાતી અપાર શ્રદ્ધા, આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવે છે એવા જગતજનની માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો તા.15 ઓક્ટોબરથી પ્રારંભ થઇ રહ્યો છે.

વર્ષોથી ગાંધીનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન થતું આવ્યું છે. સહાય ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે વિશિષ્ટ આકર્ષણો અને સુનિયોજિત વ્યવસ્થા સાથે ગાંધીનગરમાં અત્યાર સુધીના સૌથી વિશાળ અને ભવ્ય આયોજનથી “કેસરિયા ગરબા- નવરાત 2023” ગરબા મહોત્સવ વિવિધ પ્રતિષ્ઠિત વ્યવસાયીઓ, ઉદ્યોગકારો તેમજ સામાજિક સંસ્થાઓના સહયોગથી રામકથા મેદાન, સે.11 ખાતે યોજાશે.

અયોધ્યામાં નિર્માણાધીન ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની 101 ફૂટ ઉંચી ઇકો ફ્રેન્ડલી પ્રતિકૃતિ પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા વાંસ અને કાપડના ઉપયોગથી તૈયાર કરાઈ છે. જેની કામગીરી 28 ઓગસ્ટથી શરૂ કરી દેવાઈ હતી. “કેસરિયા ગરબા- નવરાત 2023″ના આંગણે પધારનાર નાગરિકો માં અંબાના દર્શન ઉપરાંત રામમંદિરની પ્રતિકૃતિમાં ભગવાન શ્રી રામ, જાનકી, લક્ષ્મણ અને હનુમાનજીના દર્શનનો લ્હાવો લઈ શકશે. અયોધ્યાથી પૂજા કરીને ભગવાન શ્રીરામની પાદુકાઓ અને અંબાજીથી જ્યોત લવાશે. એકસાથે 12 હજાર ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે તેવું ડસ્ટ ક્રી મેદાન તૈયાર કરાશે. તેમજ 15 હજાર વ્યક્તિઓ માટે બેઠક વ્યવસ્થા અને વિશાળ પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા મહોત્સવ સ્થળનો રૂ.12 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, એકમ થી દશેરા સુધી નામાંકિત કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ થશે, આઠમના દિવસે 51 હજાર દિવડા સાથે ભવ્યાતિભવ્ય મહાઆરતી યોજાશે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમશે. ખેલૈયાઓ માટે ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત રાખવામાં આવ્યો છે. પ્રત્યેક નોરતે રાષ્ટ્રગીત બાદ ગરબાની શરૂઆત કરાશે. સાંજે સાડા સાતે માતાજીની આરતી શરૂ થશે. અને આરતીની પૂર્ણાહુતિ સુધીમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમવા આવતી 300 મહિલા અને 200 પુરુષ ખેલૈયાઓને વિનામૂલ્યે પ્રવેશ અપાશે.

કાયદાના નિયમ મુજબ રાતના 12 વાગે ગરબા બંધ કરી દેવામાં આવશે. ગરબા મહોત્સવમાં પધારેલ નાગરિકો વિશાળ એલઈડી સ્ક્રીન પર પણ ગરબા માણી શકશે. દરરોજ વિવિધ કેટેગરીમાં વિજેતા થનાર ખેલૈયાઓને આકર્ષક પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવશે. દિવ્યાંગ, મૂકબધિર અને સ્પે. ચિલ્ડ્રન હોમના બાળકો કાર્યરત સંસ્થાઓનો સંપર્ક કરી તબક્કાવાર રીતે તેમને આમંત્રિત કરાશે. તેઓને ગરબા રમવા માટે ચોક્કસ જગ્યા ફાળવાશે. આ ઉપરાંત નજીકના વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પણ આમંત્રિત કરાશે અને તેઓને અગવડ ન પડે તે માટે તેમની અલગ બેઠક વ્યવસ્થાનું આયોજન કરાશે.

અહીં નાગરિકો માટે વિવિધ ખાણીપીણીના સ્ટોલ્સ સાથેનો વિશાળ ફૂડ કોર્ટ બનાવાશે. જેમાં દરેક સ્ટોલમાં વિવિધ ચીજો બજાર ભાવથી જ મળશે, કોઈ પણ વસ્તુ વધારે ભાવથી વેચાશે નહી. ગરબા મહોત્સવ સ્થળ પર સ્વચ્છતાની જાળવણી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. અંગદાન મહાદાનની સામાજિક ચળવળને પ્રદર્શિત કરતા તેમજ અન્ય સામાજિક સંદેશાઓ આપતા વિવિધ સેલ્ફી પોઇન્ટસનું પણ નિર્માણ કરાશે. કેસરિયા ગરબા મહોત્સવના આંગણે પધારનાર ખેલૈયાઓ તેમજ ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે હાઈ રેસોલ્યુશન સી.સી.ટી.વી કેમેરા લગાવાશે.

ઉપરાંત ખાનગી સિક્યોરિટી એજન્સી અને પોલીસના જવાનો ખડેપગે રહેશે. ખાસ કરીને મુખ્ય પ્રવેશદ્વારથી જ અંદર પ્રવેશ લેનાર વ્યક્તિનું હાઈટેક ટેક્નોલૉજીથી સ્ક્રીનીંગ એટલેકે કે ફોટો કેપ્ચર થઈ જશે. અને શંકાસ્પદ વ્યક્તિની ગ્રાઉન્ડમાં દરેક ગતિવિધિ ઉપર કેમેરાથી નજર રાખવામાં આવશે. ગરબા મહોત્સવ પરિસરમાં કોઈ દારૂનું સેવન કરીને પ્રવેશ ન કરે તેની વિશેષ કાળજી રાખવા બ્રેથ એનેલાઇઝરનો જરૂર પડ્યે ઉપયોગ કરાશે.

હાર્ટ એટેકના બનાવો પ્રકાશમાં આવી રહ્યા હોવાથી સમગ્ર સુવિધાથી સજ્જ પ્રાથમિક સારવાર કેન્દ્ર કાર્યરત રહેશે. જેમાં હાર્ટના નિષ્ણાત તબીબ ડો. બોની મહેંદ્રભાઈ ગજ્જર સહિતની ટીમ સેવા આપશે. તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સ્ટેન્ડબાય મોડ પર રખાશે. ગરબા મહોત્સવ સ્થળ હાઈ રેસોલ્યુશન સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ કરાશે, ખાનગી સિક્યોરિટી એજન્સી અને પોલીસના જવાનો સુરક્ષા માટે ખડે પગે રહેશે.

પ્રત્યેક નોરતે બ્રેક ટાઈમમાં કલા અને નૃત્ય ક્ષેત્રે પારંગત અને જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે પરફોર્મ કરનાર કલાકારોને તેમની પ્રતિભા રજૂ કરવા તેમજ પ્રોત્સાહન પૂરું પાડવાના આશયથી સહાય ફાઉન્ડેશન મંચ પૂરો પાડશે.

આ ઉપરાંત વિવિધ સામાજિક અગ્રણીઓ, ધાર્મિક સંતો- મહંતો, વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવશે. અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીએ “કેસરિયા ગરબા- નવરાત 2023” મહોત્સવ સ્થળ પાસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. જેમાં પાટનગરવાસીઓ લાંબા સમય બાદ મોટા આયોજન સાથેના રાવણ દહન કાર્યક્રમના સાક્ષી બનશે. સમગ્ર નવરાત્રી મહોત્સવનું લાઈવ પ્રસારણ સહાય ફાઉન્ડેશનના યુટ્યુબ તેમજ ફેસબુક પેજ પરથી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com