બજેટમાં પોકળ અને જુઠા વાયદાઓ કરી પ્રજાને ગુમરાહ કરતું સત્તાધારી ભાજપ : શહેઝાદ ખાન પઠાણનો આક્ષેપ

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ

ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માં પણ અનેક વાયદાઓ કરેલ જેમાં મુખ્ય ૧૫ જેટલા કામો કરવા બાબતે કોઇ કામગીરી શરૂ કરેલ નથી : શહેઝાદ ખાન

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ.કોર્પોના સને ૨૦૨૩-૨૪ ના બજેટમાં મંજુર થયેલ કામો બાબતે આજ રોજ તા.૦૬-૧૦-૨૩ ના રોજ બજેટ રીવ્યુ કમિટીની બેઠક મળેલ છે ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષે બજેટમાં ફુલગુલાબી આંકડાઓ રજુ કરીને પ્રજાજનોને ગેરમાર્ગે દોરવાનો શાસકપક્ષે નવો ચીલો ચીતર્યો છે. દર વર્ષે શાસકપક્ષ બજેટ રજુ કરીને મોટા-મોટા આંકડા મુકે છે પણ ખરેખર તે વાસ્તવિક છે ખરાં ? તે વિચારણા માંગી લે તેવો પ્રશ્ન છે પણ આ ખોટા ફુલગુલાબી આંકડાઓનો ખેલ કરવામાં શાસકો પ્રજાને પાછળ મુકી દીધી છે જેની વિપરિત અસર એવી આવી છે કે, દર વર્ષે શાસકો દ્વારા બજેટ રજુ કરવામાં આવે છે ત્યારબાદ વર્ષાને તે બજેટ રીવાઇઝડ કરવામાં આવે છે આ કડવી અને નરી વાસ્તવિકતા છે.

ચાલુ વર્ષનું કુલ બજેટ રૂા.૯૪૮૨ કરોડનું હોવા છતાં ચાલુ વર્ષ દરમ્યાન રખડતાં ઢોર, બિસ્માર રસ્તા તથા પોલ્યુશનયુક્ત સાબરમતી નદી જેવા ગંભીર મુદ્દે નામ.હાઇ કોર્ટ દ્વારા ફટકાર તેમજ ઠપકો આપેલ છે. તેમજ હાલ અમદાવાદ શહેરની પ્રજા ટ્રાફિકજામ, કચરાનો નિકાલ, વરસાદી પાણીનો નિકાલ, એર પોલ્યુશન, રોગચાળો જેવા અનેક મુદ્દે ત્રસ્ત છે ગત વર્ષો માં કરેલ અનેક વાયદા જે પોકળ સાબિત થયાં છે. જેમાં ખાસ કરીને મહિલાઓ માટે પિન્ક ટોઇલેટ, મ્યુ.ની તમામ મિલકતો પર સોલાર સીસ્ટમ, સારંગપુર તથા કાલુપુર બ્રિજ પહોળો કરવા, હોટ મીક્ષ પ્લાન્ટ બનાવવા, મહિલાઓ માટે પીન્ક બસો, મ્યુ.શાળાના બાળકોને સ્માર્ટ ફોન આપવા જેવા અનેક કામો કરી શક્યા નથી તેમજ ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માં પણ અનેક વાયદાઓ કરેલ જેમાં મુખ્ય ૧૫ જેટલા કામો કરવા બાબતે કોઇ કામગીરી શરૂ કરેલ નથી.

દરેક વોર્ડ દીઠ ૨ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા

• ઝોન દીઠ મહિલાઓ માટે ૧ યોગા કમ મેડીટેશન સેન્ટર

* અસારવા- ઓમનગર અન્ડરપાસ

• ૧૧ લાખ વૃક્ષોનું વાવેતર

• કચરાના ૫૦૦ ટી.પી.ડી.ના પ્રોસેસીગ પ્લાન્ટ બનાવવા ડાયાલીસીસ સેન્ટર બનાવવા

• સુપર સકર મશીન ખરીદવા ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે ૨ સ્નોર સ્કેલ તથા ડ્રોન ઓપરેટેડ વ્હીકલ સીસ્ટમ

જમાલપુર થી સરસપુર સુધીના રથયાત્રાના માર્ગ પર હેરીટેજ વોક અંતર્ગત બ્યુટીફીકેશન

ઝોન દીઠ ૨ મોટા બગીચામાં કમ્પોઝ પ્લાન્ટ

નવા સમાવાયેલ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ – ૧૫ વર્ષ જુના મ્યુ.વાહનો રીપ્લેસ કરી નવા વાહનો ખરીદવા

• ઉત્તર પશ્ચિમ ઝોનમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ

• મેલેરીયા વિભાગના કર્મચારીઓને મોબાઇલ ફોન તથા ટેબ્લેટની ફાળવણી

♦ બોપલ – ધુમા તળાવોનો વિકાસ

શાસકપક્ષે બજેટમાં અમદાવાદ શહેરની પ્રજાને આપેલા વચનો અને બાહેંધરીનું દર વર્ષે કેટલા પ્રમાણમાં વહીવટી તંત્ર અમલ કરી શકયું છે તેની ચકાસણી સમયાંતરે કરવી જોઇએ જેમાં વર્ષ દરમ્યાન કરવાના કામોનું અને નિતિઓનું નક્કર આયોજન હોવું જોઇએ પરંતુ નક્કર અને વાસ્તવદર્શી અમલ કરવા તંત્ર બંધાયેલું છે તે કરવામાં ઢીલ થતી હોય કે ઉદાસીનતા સેવવામાં આવતી હોય ત્યારે તંત્રનું ધ્યાન દોરવાની અને જરૂર પડે આદેશ આપી અમલ કરાવવાની શાસક પક્ષના સત્તાધીશોની ફરજ થઇ પડે છે. બજેટ ખોટા વચનો કે ભરમાવનારા વિધાનો કરવામાં નહી પરંતુ જવાબદારીપૂર્વક તેનો અમલ કરાવવા માટે વચનબદ્ધ હોવું જોઇએ તેવું કોંગ્રેસ પક્ષનું સ્પષ્ટ માનવું છે. પરંતુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ એ.સી. ચેમ્બરમાં બેસીને કરેલી કલ્પનાઓના ઘોડા દોડાવવા સિવાય કશું જ નક્કર આયોજન કર્યું હોય તેવું દેખાતું નથી.અમદાવાદ મ્યુનિ.કોર્પોના ભાજપના સત્તાધીશો દ્વારા મંજુર કરાયેલ અનેક દરખાસ્તો હજુ પણ અમલમાં મુકી શકાઇ નથી જે સત્તાધારી ભાજપની વહીવટી નિષ્ફળતા પુરવાર થાય છે અને પ્રજાને લોલીપોપ અપવામાં માહીર ભાજપ પ્રજાને ગુમરાહ કરે છે જે સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે પ્રજાને સુચારૂ વહીવટ અને સારી પ્રાથમિક સુવિધા આપવા માટે સત્તાધારી ભાજપની ઇચ્છાશક્તિ મરી પરવારી હોય તેવું જણાઇ રહયું છે માત્ર વાહવાહી મેળવવાના નામે કામો મંજર કરી માત્ર બજટે બુકમાં રહેવા પામે છે આ તમામ બાબતોને લઇ બજેટના કોઇ પણ પ્રકારના કાર્યોનું અમલીકરણ કરવા તેને લઇને જરૂરી વ્યવસ્થા તથા કાર્યવાહી સમયસર થઇ શકે તેવું આયોજન કરવા અમારી માંગણી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com