બે મોટા પુલો અને કુલ ૧ કિ.મીટર લાંબો પુલ છે જે પૈકી ૧ર ગાળાનું કામ પુર્ણ થયેલ છે, અને ૧૩મા ગાળાનું કામ પ્રગતિમાં છે
અમદાવાદ
અમદાવાદ મેટ્રો ફેઝ-૨ હેઠળ મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેકટર-૧ તથા ગીફ્ટ સીટીના ર૦ કિ.મી.ના પ્રાયોરીટી સેકશનની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલ છે. બે મોટા પુલો (સાબરમતી નદી ઉપરનો તથા નર્મદા કેનાલ ઉપરનો સાબરમતી નદી ઉપરના ર૩ ગાળા (દરેક ૪૮.૮૦ મીટરના) અને કુલ ૧ કિ.મીટર લાંબો પુલ છે જે પૈકી ૧ર ગાળાનું કામ પુર્ણ થયેલ છે, અને ૧૩મા ગાળાનું કામ પ્રગતિમાં છે.ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા દરેક ગાળાનું સુપર સટ્રકચર વિક્રમી ૬ દિવસમાં પુર્ણ કરવામાં આવી રહેલ છે. જીએમઆરસીના સૂત્રો જણાવે છે કે ટ્રેનના ટ્રાયલ આવતા વર્ષના એપ્રિલ માસમાં શરુ થાય તેવું આયોજન છે.