આઈપીએસ હસમુખ પટેલના નામનું ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફેક આઈડી બન્યું હોવાનું સામે આવતા સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ, તપાસનો ધમધમાટ

Spread the love

આઈપીએસ હસમુખ પટેલના નામનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગાંધીનગરનાં સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે ફરીવાર આઈપીએસ હસમુખ પટેલના નામનું ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફેક આઈડી બન્યું હોવાનું સામે આવતા સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરી સીઆઇડી સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

આઈપીએસ હસમુખ પટેલના નામે આશરે 22 દિવસ અગાઉ અજાણ્યા ઈસમ દ્વારા ફેસબુક ઉપર આઈડી બનાવવામાં આવ્યું હતું. જે મામલે ખુદ આઈપીએસ … હસમુખ પટેલે પોતાના ઑફિશિયલ ટ્વીટ કરી હતી કે, મારું બનાવટી ફેસબુક એકાઉન્ટ શરૂ કરનાર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મારા નામે બનાવટી એકાઉન્ટ શરૂ કરી કોઈપણ પ્રવૃત્તિ કરવાનું ધ્યાન પર આવે તો મને તરત જ જાણ કરવા વિનંતી છે.

બીજી તરફ આ મામલે પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ત્યારે હવે આઈપીએસ હસમુખ પટેલના નામે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફેક આઈડી બનાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેનાં પગલે ગઈકાલે સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરતી બોર્ડના અધ્યક્ષ અને IPS ઑફિસર હસમુખ પટેલના નામે ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યા પછી ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફેક આઈડી બની ગયું છે.

આ અંગે વિશ્વસનીય સૂત્રોએ કહ્યું હતું કે, ભૂતકાળમાં આઇપીએસ હસમુખ પટેલનાં નામનું ફેસબુક આઈડી બન્યું હતું. હવે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફેક આઈડી બનાવીને બે વખત પોસ્ટ પણ મૂકવામાં આવી હતી. જેનાં પગલે ફેક આઈડી બ્લોક કરાવી દઈ સીઆઈડી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com