ચીન જેવા દેશોમાં લોકો ઝેરી જાનવરોથી ખતરનાક પશુઓનો શિકાર કરીને ખાય છે ત્યારે તમને જાણીને નવા લાગશે કે લોકો આજકાલ મચ્છર ખાઈ રહ્યા છે. એ પણ એક બે કે સો નહીં નહીં પરંતુ લાખોની સખ્યાંમાં ખાય છે.
સામાન્ય રીતે લોકો ચોમાસામાં મચ્છરોથી પરેશાન હોય ત્યારે તેને મારવા વિવિધ યુક્તિઓ અજમાવે છે. પરંતું દુનિયામાં કેટલાક લોકો એવા છે જે મચ્છરોને મોજથી ખાઈ રહ્યા છે.
આપણે જ લોકો વિશે વાત કરી રહ્યા છીએ તે આફ્રિકામાં રહે છે, આ સમુદાયને મિડજ કહેવામાં આવે છે. આ લોકો સમગ્ર વિશ્વમાં મચ્છરોના શિકાર માટે જાણીતા છે. તેઓ આવું એક ખાસ કારણથી કરે છે.
તમને જણાવી દઈએ કે, જ્યારે આફ્રિકામાં વિક્ટોરિયા તળાવ વરસાદની મોસમમાં પાણીથી ભરાઈ જાય છે ત્યારે તેમાં ઘણા બધા મચ્છરો ઉત્પન્ન થવા લાગે છે. મિડજ આ મચ્છરોનો શિકાર કરે છે અને ઉત્સાહથી ખાય છે.
આ લોકો વરસાદ દરમિયાન મચ્છરોને પકડવા માટે ઘણા સાધનોનો ઉપયોગ કરે છે. સાંજે ઘણા બધા મચ્છરો ભેગા થાય ત્યારે તે બધાને એકસાથે લેવામાં આવે છે અને તેને સારી રીતે મેશ કરવામાં આવે છે અને તેમાંથી ટિક્કી બનાવવામાં આવે છે.
અહેવાલો અનુસાર, એક ટિક્કી બનાવવા માટે ઓછામાં ઓછા 5 લાખ મચ્છરોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ એક દિવસમાં બે ટિક્કી ખાય તો સમજવું કે તેણે 10 લાખ મચ્છરો ખાધા છે.
અહીંના લોકોનું માનવું છે કે આ મચ્છરો એક ઉચ્ચ પ્રોટીન સ્ત્રોત છે અને તેઓ તેમના શરીર માટે પૂરતું પ્રોટીન મેળવે છે.