કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામા આવે છે કે આ પ્રક૨ણ ની યોગ્ય અને ન્યાયિક તપાસ ક૨વામા આવે અને દોષિતો ને કડક સજા કરી દાખલો બેસાડવામા આવે.
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષનેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યુ કે ધર્મ અને આસ્થા ના પ્રતિક સમાન અંબાજી ના મંદીર ખાતે ઘી મા ભેળસેળ પ્રકરણ બાદ અમદાવાદ મ્યુનિ કોર્પો રેશન ના ફુડ વિભાગ દ્વારા પણ માધુપુરા ખાતે આવેલ નિલકંઠ ટ્રેડર્સ ના ગોડાઉન માથી પોલીસ ની હાજરી થી ના સેમ્પલ લઇ વડોદરા ખાતે ની લેબોરેટરી મા તપાસ માટે મોકલવા મા આવ્યા જેમા પ્યોર અમૂલ ઘી ના ૧૫ કીલોગ્રામ ટીન માથી તથા સેઝવાન સોસ,સનસાઇન ના ૧ કીલોગ્રામ પેક ટીન પ્લાસ્ટીક જા૨ ના નમૂના લેવામા આવ્યા.
સૌપ્રથમ તો અંબાજી ના મંદીર ખાતે થી મા ભેળસેળ થતી હોય તો તે શ્રધ્ધાળુ ઓની આસ્થા અને આરોગ્ય સાથે ચેડા સમાન છે આવા કૃત્ય ને કયારેય માફ કરી શકાય નહી. આવા કૃત્ય કરનાર ને કડક સજા થવી જોઇએ. પરંતુ નિલકંઠ ટ્રેડર્સ માથી લીધેલા સેમ્પલ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનની કોઇ લેબોરેટરી મા નહી પરંતુ વડોદરા કેમ મોકલવા મા આવ્યા તે એક શંકાસ્પદ કાર્ય છે. અમદાવાદ શહે૨ ગુજરાત રાજ્ય ની મેટ્રો સીટી છે અહી અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન ની અંત્યાધુનીક લેબોરેટરી છે તો પછી ચકાસણી માટે સેમ્પલ વડોદરા કેમ મોકલવામા આવ્યા તે બાબત શંકા ઉપજાવનારી છે. કંયાક આખી પ્રક્રિયા કોઇ ના દબાણ હેઠળ નિલકંઠ ટ્રેડર્સ ને બચાવા માટે થઇ રહી હોય તેવુ પ્રતિત થાય છે.કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામા આવે છે કે આ પ્રક૨ણ ની યોગ્ય અને ન્યાયિક તપાસ ક૨વામા આવે અને દોષિતો ને કડક સજા કરી દાખલો બેસાડવામા આવે.