આરોપી નિપેશ ઉર્ફે ડેની
નવરંગપુરા, કોમર્સ છ રસ્તા મેટ્રોબ્રીજ નીચે કે.ડી.ચેમ્બર્સમાં આવેલ સિલ્વર લીફ પાન પાર્લર નામની દુકાનમાંથી ઈ-સિગારેટ પકડી
અમદાવાદ
પોલીસ કમિશનર , અમદાવાદ તથા અધિક પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ એ એસ.ઓ.જી.ના હેડને લગતી કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પો. ઇન્સ. શ્રી યુ.એચ. વસાવા પોતાની ટીમ સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે નવરંગપુરા, કોમર્સ છ રસ્તા મેટ્રોબ્રીજ નીચે કે.ડી.ચેમ્બર્સમાં આવેલ સિલ્વર લીફ પાન પાર્લર નામની દુકાનમાંથી આરોપી નિપેશ ઉર્ફે ડેની સ/ઓ સુખલાલ જાતે કલાસવા, ઉ.વ.૨૫, ધંધો.નોકરી, રહેવાસી. પલ્લવી ટાવર, મેમનગર ફાયર સ્ટેશનની સામે, નવરંગપુરા, અમદાવાદ શહેર મુળ વતન ગામ.લાપીયા, તા. આસપુર, જી. ડુંગરપુર, રાજસ્થાનને પ્રતિબંધિત અલગ અલગ કંપનીની વેપ (ઇ-સિગારેટ) નંગ-૧૯૮ તથા કુલ્લે કિ.રૂ.૩,૩૧,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઇ ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૨૬૫/૨૦૨૩ ધી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનીક સીગારેટ્સ (પ્રોડક્શન, મેન્યુફેક્ચર, ઇમ્પોર્ટ, એક્ષપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડીસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડર્વટાઇઝમેન્ટ) એક્ટ- ૨૦૧૯ ની કલમ- ૭, ૮ મુજબ તા.૦૭/૧૦/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ. પી.આર. બાંગા તરફ ડેપ્યુટ કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) શ્રી યુ.એચ.વસાવા,પો.ઇન્સ.(માર્ગદર્શન) (2) પો.સ.ઇ પી.આર. બાંગા (ત.ક.અધિકારી) (૨) અ.હે.કો. મુકેશભાઈ જાયમલભાઇ (બાતમી)
(૩) મ.સ.ઇ. જગદિશકુમાર ભાઇલાલભાઇ
(૪) પો.કો અજયસિંહ મનુભા (બાતમી)
(૫) પો.કો બળદેવસિંહ ઘનશ્યામસિંહ