અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ
માત્ર ૨ સ્પાન તોડીને નવો બનાવવાના તથા બાકીના બ્રિજના સ્ટ્રકચરને રી-ટ્રોફીટીંગ/ રી-કન્સ્ટ્રકશન અને બીજી બાજુ એપ્રિલ માસમાં કમિશ્નર તથા સત્તાધારી પક્ષના તત્કાલીન શાસકો દ્વારા હાટકેશ્વર બ્રિજ આખો તોડીને નવો બનાવવાની વાત મીડીયા સમક્ષ કરી તો પછી તંત્ર તથા સત્તાધારી પક્ષ સ્પષ્ટ વાત કેમ કરતું નથી ? : શહેજાદ ખાન
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે હાટકેશ્વર બ્રિજના કામમાં થયેલ ગેરરીતી ઉજાગર થવા પામેલ કોર્કીટના સેમ્પલ પણ હલકી ગુણવત્તાવાળા પુરવાર થયા બાદ આ બાબતે સત્ય જાણવાં IIT રૂરકી/મુંબઇ SVNIT સુરત પાસે વિવિધ તપાસ કરાવતાં તેઓ દ્વારા બ્રિજ દુરસ્ત છે તે વપરાશ યોગ્ય નથી કોંક્રીટની મજબુતાઇ ઓછી છે ગમે ત્યારે તુટી જાય તેમ છે કોંક્રીટના વિવિધ ટેસ્ટ કરતાં તેમાં પણ સ્ટેન્શ ઓછી હોવાનું સીમેન્ટનું બોન્ડીગ પણ નબળું છે તે તમામ બાબત સ્પષ્ટ પણે જણાવેલ છે. તેમ છતાં મ્યુનિ. તંત્ર દ્વારા ગઇ કાલે વિવિધ અખબારપત્રમાં તે બ્રિજના જરૂરિયાત મુજબના એટલે કે માત્ર ૨ સ્પાન તોડીને નવો બનાવવાના તથા બાકીના બ્રિજના સ્ટ્રકચરને રી-ટ્રોફીટીંગ/ રી-કન્સ્ટ્રકશન કરવાના કામનું કામનું રૂા.૨૪.૮૭ કરોડનું ટેન્ડર બહાર પાડેલ છે.હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અગાઉ એપ્રિલ માસમાં કમિશ્નર તથા સત્તાધારી પક્ષના તત્કાલીન શાસકો દ્વારા હાટકેશ્વર બ્રિજ આખો તોડીને નવો બનાવવાની વાત મીડીયા સમક્ષ કરેલ છે અને તે બાબતે પ્રીન્ટ મીડીયા તથા ઇલેકટ્રોનીક મીડીયામાં તે બાબત સ્પષ્ટ ઉજાગર પણ થયેલ છે તો પછી મ્યુ.કમિશ્નર તથા સત્તાધારી પક્ષની કહેણી અને કરણીમાં ફરક કેમ છે ? આવી ડબલ ઢોલકીવાળી અને કન્ફયુઝન વાળી વાત કેમ કરવામાં આવેલ છે ? તેમજ વિવિધ અખબારોમાં આવેલ માહીતી મુજબ આ નવા ટેન્ડર અંગે વિરોધાભાસ જણાય છે તંત્ર તથા સત્તાધારી પક્ષ સ્પષ્ટ વાત કેમ કરતું નથી ? મ્યુ.કમિશ્નરશ્રી તથા તંત્રની આવી હરકતોને કારણે પ્રજા ત્રાહીમામ થઇ ગયેલ છે ટ્રાફિકજામની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે.લોકોના ધંધા રોજગાર રખડી પડેલ છે.
અમદાવાદ મ્યુ.કોર્પોરેશન પાસે આઇ.એ.એસ. તથા નિષ્ણાંત એન્જીનીયરો ની ફોજ છે તેમ છતાં હાટકેશ્વર બ્રિજના કામમાં ભષ્ટ્રાચાર તથા ગેરરીતી થયેલ તે બાબત સ્પષ્ટ થાય બાદ હવે જયારે હાટકેશ્વર બ્રિજ તોડવા તથા નવો બનાવવાની નોબત આવેલ છે ત્યારે બ્રિજ બનાવવા બાબતે તંત્ર તથા શાસકો કન્ફયુઝન કેમ છે ? તે બાબત સમજી શકાતી નથી વહીવટીતંત્ર દ્વારા કોઇ પણ બાબતે સ્પષ્ટ નિર્ણય ના લેવાય તે પ્રજા માટે નુકશાનકારક છે જે ખૂબજ ગંભીર બાબત છે. જેથી મ્યુ.કોર્પો.ના વહીવટી તંત્રની નિષ્ઠા અને સક્ષમતા પ્રત્યે અનેક શકાં-કુશંકા ઉભી થવા પામેલ છે.
પ્રજાની સલામતી તથા તેના જાનમાલની સલામતીને પ્રાધાન્ય આપવું તે મ્યુનિ.કોર્પોના વહીવટી તંત્ર તથા સત્તાધીશોની પ્રાથમિક ફરજ છે ભાજપના રાજમાં પ્રજાના જાનમાલની સલામતી બાબતે દુ;લક્ષ સેવાય કહેણી અને કરણીમાં વિરોધાભાસ રખાય તે સત્તાધારી ભાજપના શાસકો માટે શરમજનક બાબત છે. જેથી પ્રજાની સલામતી તથા તેના જાનમાલની સલામતીને પ્રાધાન્ય આપી હાટકેશ્વર બ્રિજ તોડવા કે નવો બનાવવા અથવા અંશત નવો બનાવવા બાબતે જે કોઇ આયોજન હોય તેની સંપૂણ વિગતવાર સાચી માહીતી તાકીદે આપી પ્રજાને માહીતગાર કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે