આજ સુધી તમે પઢાવેલા પોપટને તો સૌ કોઈની મિમિક્રી કરતા સાંભળ્યુ હશે. પોપટની સામે જો વારંવાર કોઈ વસ્તુ રિપીટ કરવામાં આવે તો તે તેને શીખી જાય છે. ત્યારબાદ તે પણ તેને રિપીટ કરવામાં આવે છે. પોપટને બોલતા તમે ઘણીવાર સાંભળ્યુ હશે. સોશિયલ મીડિયા સાઈટ Quora પર જ્યારે એક વ્યક્તિએ આ સવાલ કર્યો કે, આખરે તે કયું જાનવર છે જે દુનિયામાં કોઈપણ અવાજને કૉપી કરી શકે છે?તો તેના જવાબમાં ઘણાં લોકોએ પોપટ લખ્યું. પરંતુ, તે જવાબ ખોટો હતો.
દુનિયામાં એક એવું પક્ષી છે જે પોપટ કરતા પણ સારી રીતે મિમિક્રી કરી શકે છે. આ મામલામાં પોપટનો પણ બાપ છે આ પક્ષી. આમતો દરેક પક્ષી પોતાના અવાજ અને કલરવ માટે જાણીતા હોય છે. પરંતુ, આજે અમે તમને એક એવા પક્ષી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દુનિયામાં કોઈપણ અવાજ સાંભળી લે તો તેને રિપીટ કરવા લાગે છે અને ફરી તેને ભૂલતું પણ નથી. ત્યારબાદ તે અવાજની એવી કૉપી કરે છે કે જેને સાંભળીને તમે ચોંકી જશો.
https://www.instagram.com/reel/Cxx0AV2IvzI/?igshid=MWZjMTM2ODFkZg==
અમે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયામાં રહેતા લિયરબર્ડની. આ પક્ષી ખૂબ જ સુંદર છે. તે કોઈપણ અવાજની નકલ કરી શકે છે. કેટલીકવાર તે અન્ય પક્ષીઓના અવાજોની મિમિક્રી કરે છે. એટલું જ નહીં, તે પોતાના જીવનમાં સાંભળેલા કોઈપણ અવાજને સાંભળીને તેને યાદ કરી શકે છે. ઘણી વખત તે કન્ફ્યુઝનનું કારણ બને છે. ઘણાં લોકો તેની તસવીર લેવા જંગલમાં જાય છે, ત્યારે તે તેમના કેમેરાની ફ્લેશનનો અવાજ સાંભળીને તેવો જ સાઉન્ડ કાઢવા લાગે છે.
આ પક્ષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં આ પક્ષી અનેક પ્રકારના અવાજો કાઢતો જોવા મળ્યો હતો.આ અવાજો એટલા વાસ્તવિક છે કે માનવું મુશ્કેલ છે કે આ પક્ષી જ આ બધાં અવાજ કાઢી રહ્યા છે. જો આ પક્ષી ક્યારેય તમારો અવાજ સાંભળે છે, તો તે તમારા અવાજની હૂબહુ નકલ કરશે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો. અત્યાર સુધી તેને લાખોવાર જોવામાં આવી ચુક્યો છે. એક યુઝરે લખ્યું કે આના કારણે જંગલમાં ખોવાયેલ વ્યક્તિ વધુ પરેશાન થઈ શકે છે. તેમજ એક વ્યક્તિએ તેને પોપટનો પણ બાપ કહ્યો.