અમદાવાદ
સ્ટેટ જી.એસ.ટી વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેક્ટરમાં ચાલતી પ્રવર્તમાન ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે ટેક્ષપેયરો દ્વારા કરચોરી કરવા અપનાવાતી યુક્તિ પ્રયુક્તિ શોધી કાઢવામાં આવે છે તથા આવા ટેક્ષપયરોનું સીસ્ટમ આધારીત પ્રોફાઇલીંગ કરવામાં આવે છે. આવા અભ્યાસમાં ધ્યાને આવેલ છે કે, મોટાભાગના વિવિધ સેકટર સાથે સંકળાયેલ ટેક્ષપેયરો દ્વારા મુખ્યત્વે સીધા ઉપભોકતાઓને (B2C)કરવામાં આવતા વેચાણો તથા આપવામાં આવતી સર્વીસીઝ અન્વયે બિલ આપવામાં આવતા નથી.વેરો ભરવાનો ન થાય / ઓછો ભરવાપાત્ર થાય તે માટે મળવાપાત્ર ન હોય તેવી ખોટી વેરાશાખનો દાવો કરતા હોવાનું ધ્યાને આવેલ.
તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ સીરામીક, ભંગાર, મોબાઇલ ફોન, કોસ્મેટીક આઇટમ્સ, ફરસાણ, હોટલ-રેસ્ટોરન્ટ, ટૂર ઓપરેટર, કોચીંગ કલાસીસ, પ્રીન્ટીંગ સર્વીસીઝ સાથે સંકળાયેલ ૨૩ વેપારીઓના ૫૨ સ્થળો ખાતે વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવેલ. જિલ્લાવાર દરોડાના સ્થળોની સંખ્યા નીચે મુજબ છે.
તપાસની કાર્યવાહીમાં આ પેઢીઓના સ્થળેથી ઘણા બધા બિનહિસાબી વ્યવહારો લગતા દસ્તાવેજો/પુરાવાઓ મળી આવેલ. હિસાબી સાહિત્ય મુજબના સ્ટોકમાં તથા ખરેખર હાજર સ્ટોકમાં પણ તફાવત તથા મળવાપાત્ર ન હોય તેવી વેરાશાખ પણ ભોગવેલ હોવાનું બહાર આવેલ. આવા વ્યવહારો ઉપર અત્યાર સુધીમાં કૂલ રૂ. ૮.૧૦ કરોડની કરચોરી ધ્યાને આવેલ છે. તપાસની કાર્યવાહી હાલ ચાલી રહેલ છે.