Gj ૧૮ ના સેક્ટર ૨૧ ખાતે વેપારીને ત્યાં જીએસટી ની રેડ,

Spread the love

જીએસટી વિભાગ દ્વારા રાજ્યમાં 23 વેપારીઓને ત્યા દરોડા પાડવમાં આવ્યા છે. વિવિધ ક્ષેત્રમાં ચાલતી કર ચોરી અટકાવવા જીએસટી એક્શનમાં આવી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. 52 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરૂ રૂપિયા 8.10 કરોડની કર ચોરી ઝડપી પાડી છે.

સિરામીક, ભંગાર, મોબાઇલ ફોન, કોસ્મેટિક આઈટમ, ફરસાણ, હોટલ-રેસ્ટોરન્ટ, કોચિંગ ક્લાસીસ અને પ્રિન્ટિંગ સર્વિસ સાથે જોડાયેલા 23 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરતમાં ચૌટા બજાર અને ચોક બજારમાં 20 જગ્યા ઉપર દરોડાની કામગીરી ચાલી રહી છે. તેમજ વડોદરાની ડાંડીયા બજાર તેમજ કારેલીબાગમાં 15 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરાઈ છે. ડાંગના સાપુતારામાં તેમજ ભાવનગરના ઘોઘા સર્કલ પાસે 5-5 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી.

ગાંધીનગર સેક્ટર 21 તેમજ મહેસાણા – રાધનપુર રોડ પર ત્રણ જગ્યા પર દરોડાની કામગીરી કરવામાં આવી છે. જ્યારે રાજકોટના જસદણમાં 1 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ જગ્યાઓ પરથી ઘણા બીન વારસી હિસાબોને લગતા દસ્તાવેજી પુરાવા પણ જપ્ત કરાયા છે. હિસાબી સાહિત્ય મુજબના સ્ટોકમાં અને ખરેખર હાજર સ્ટોકમાં તફાવત હોવાનું સામે આવ્યું છે. આ વ્યવહારોની તપાસમાં અત્યાર સુધીમાં રૂપિયા 8.10 કરોડની કર ચોરી ધ્યાને આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *