હર્ષ સંઘવીની સ્ટેડિયમમાં સુરક્ષાને લઈને સમીક્ષા : અમદાવાદના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર 

Spread the love

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે સવારે 10:30 વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુરક્ષાની સમીક્ષા કરવા પહોંચ્યા

રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન , ક્વાડ કોપ્ટર , પાવર્ડ એરક્રાફ્ટ, તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર પેરાગ્લાઇડર , પેરા મોટર, તેમજ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ ચલાવવાની/ કરવાની મનાઇ : અમદાવાદ પોલીસ કમિશનર

પાકિસ્તાનની ટીમ બપોરના સમયે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે અને ત્યાંથી સીધી આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સી ખાતે પહોંચશે

અમદાવાદ

ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચના પગલે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સમીક્ષા કરી છે. સવારે 10:30 વાગ્યે હર્ષ સંઘવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને આઇબીના અધિકારીઓ સાથે તેઓએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા કરી હતી.ક્રિકેટ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચશે. પાકિસ્તાનની ટીમ બપોરના સમયે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે અને ત્યાંથી સીધી આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સી ખાતે પહોંચશે.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચોને લઈને આજે જાહેરનામું બહાર પાડ્યું હતું કે તા.૦૫/૧૦/૨૦૨૩ થી તા.૧૯/૧૧/૨૦૨૩ સુધી ICC CRICKET WORLD CUP 2023 ની મેચો રમાનાર છે, જે પૈકી તા.૧૪/૧૦/૨૦૨૩ ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદ ખાતે ક્રિકેટ મેચ યોજાનાર છે, આ મેચ અત્યંત રસપ્રદ, અને રોમાંચિત કરનાર હોવાથી વધુ પ્રમાણમાં પ્રેક્ષકો એકત્ર થનાર હોઇ આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોના ગેરલાભ લઇ ક્રિકેટરો, મહાનુભાવોની તેમજ પ્રેક્ષકોની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.આથી ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩ (૧૯૭૪ ના નં-૨ ની) કલમ-૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂ એ મહાનુભાવ અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઇ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કર્યો .જે દરમ્યાનમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન , ક્વાડ કોપ્ટર , પાવર્ડ એરક્રાફ્ટ, તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર પેરાગ્લાઇડર , પેરા મોટર, તેમજ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ ચલાવવાની/ કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર, આ હુકમ તા.૧૪/૧૦/૨૦૨૩ ના કલાક ૦૬/૦૦ થી કલાક ૨૪/૦૦ સુધી અમલમાં રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com