સોશિયલ મીડિયા પર અચાનક એક પોસ્ટ વાઈરલ થવા લાગી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે આફ્રિકાની ઈરીટ્રીયન સરકારે એક કાયદો પસાર કર્યો છે જેમાં દેશના પુરુષો ઓછામાં ઓછી બે મહિલાઓ સાથે લગ્ન કરી શકે છે. જો તેઓ આમ નહીં કરે તો તેમને જેલની સજા થશે.
આ દાવો થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ઘણા યુઝર્સ આ પોસ્ટની મજાક ઉડાવી રહ્યા છે અને મીમ્સ શેર કરી રહ્યા છે.
પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એરિટ્રિયામાં ગૃહયુદ્ધને કારણે પુરૂષોની વસ્તીમાં ઘટાડો થયો છે. “અહીં મહિલાઓની વસ્તી પુરૂષો કરતા વધુ હોવાથી, સરકારે વર્ષો જૂની પરંપરાને મંજૂરી આપી છે અને તેને કાયદો બનાવ્યો છે.”
આ દાવો માત્ર તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ નહીં પરંતુ મુખ્ય પ્રવાહના મીડિયાના ઘણા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વાયરલ છે. જો કે આ સમાચાર ખોટા છે. બીબીસીના અહેવાલ મુજબ, એરિટ્રિયન સરકારે એવો કોઈ કાયદો નથી બનાવ્યો કે જો પુરુષો બે વાર લગ્ન ન કરે તો તેમને જેલની સજા થાય. એરિટ્રિયા પહેલો દેશ નથી, ઓછામાં ઓછા 2 અન્ય દેશો પર પણ આવા જ નકલી દાવા કરવામાં આવ્યા છે. જેમાં ઇરાક અને સુદાનનો સમાવેશ થાય છે.2 લગ્ન કરો કે જેલમાં જાઓ : આ દેશની સરકારનું ફરમાન, જાણી લો શું છે વાસ્તવિકતા…
એવું કહેવામાં આવ્યું હતું કે દેશમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધને કારણે પુરુષોની વસ્તીમાં ઘટાડો થયો છે. ત્યાં મહિલાઓની વસ્તી પુરૂષો કરતા વધી ગઈ હોવાથી સરકારે પુરૂષોની બહુપત્નીત્વની વર્ષો જૂની પરંપરાને મંજૂરી આપીને કાયદો બનાવ્યો છે. આવી સ્થિતિમાં જો કોઈ પુરુષ ફરીથી લગ્ન નહીં કરે તો તેને જેલમાં મોકલી આપવામાં આવશે.
આ દાવો માત્ર તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ નહીં પરંતુ મુખ્ય પ્રવાહના મીડિયાના ઘણા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વાયરલ છે. જો કે આ સમાચાર ખોટા છે. બીબીસીના અહેવાલ મુજબ, એરિટ્રિયન સરકારે એવો કોઈ કાયદો નથી બનાવ્યો કે જો પુરુષો બે વાર લગ્ન ન કરે તો તેમને જેલની સજા થાય. એરિટ્રિયા પહેલો દેશ નથી, ઓછામાં ઓછા 2 અન્ય દેશો પર પણ આવા જ નકલી દાવા કરવામાં આવ્યા છે. જેમાં ઇરાક અને સુદાનનો સમાવેશ થાય છે.