ભારત-પાકિસ્તાન મેચની ૧૫૦ જેટલી નકલી ટિકીટો તથા ટીકીટ બનાવવાના સાધન- સામગ્રી સાથે ૪ યુવકોને ઝડપતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

મેચ ટીકીટ આરોપી (ડાબે થી જમણે)

1) ધ્રુમિલ ઠાકોર

2) રાજવીર ઠાકોર

3) જયમીન પ્રજાપતિ

4) કુશ મીણા

અમદાવાદ

 

હાલમાં ચાલી રહેલ વર્લ્ડ કપ -૨૦૨૩ માં આગામી તા.૧૪/૧૦/૨૦૧૩ ના રોજ ભારત પાકિસ્તાન બન્ને દેશો વચ્ચે યોજાનાર એક દિવસીય આંતરાષ્ટ્રીય મેચ નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહેલ છે. આ સંદર્ભે પુર્વાનુમાન સમયમાં સલામતીની દ્રષ્ટીએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીની ઉત્તમ જાળવણી અર્થે તેમજ અમદાવાદ શહેર મોટેરા ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં હજારોની સંખ્યામાં લોકો આવનાર હોય તેમજ મેચ જોવા ઇચ્છતા લોકો ટિકીટ મેળવવા પણ એટલા જ તત્પર હોય આ મેચની ટિકીટનુ ડુપ્લીકેશન કે બ્લેક માર્કેટીંગ ન થાય તેમજ ડુપ્લીકેટ ટિકીટ કે કાળા બજારીમાંથી ટિકીટો મેળવી સ્ટેડીયમમાં પ્રવેશ કરે તેવી શક્યતા હોય આવી પ્રવૃતિ કરતા ઇસમોને શોધી કાઢવા અને આવી પ્રવૃતિઓ સદંતર રોકવા માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનરની સુચનાથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર  તથા નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનર અમદાવાદની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલ અને પો.સ.ઇ. એમ.એન.જાડેજા તથા ટીમના માણસો વર્ક આઉટમાં હતા દરમ્યાન પો.કોન્સ. મયુરધ્વજસિંહ ભગીરથસિંહ તથા પો.કોન્સ. વિજયસિંહ ભરતસિંહને મળેલ બાતમી હકીકત આધારે

(૧) કુશ S/O ખેમરાજભાઇ ડુંગરજી મીણા ઉવ.૨૧ રહે. EWS કોમ્પ્લેક્ષ સામે,માનવ મંદિર સામે, મેમનગર, અમદાવાદ શહેર

(૨) રાજવીર S/O પ્રધાનજી નથાજી ઠાકોર ઉવ.૧૮ રહે. મ.નં. એ/૯૦૨, સગુન-૧૦૮,એસ.પી. રીંગરોડ, ઝુંડાલ, ગાંધીનગર

(૩) ધ્રુમીલ S/O અમિતભાઇ બાબુજી ઠાકોર ઉવ.૧૮ રહે. ડભોડીયા વાસ, ઘાટલોડીયા ગામ, ઘાટલોડીયા, અમદાવાદ શહેર મુળગામ :- ડભોડા, તા.જી. ગાંધીનગર

(૪) જયમીન ઉર્ફે જયુ S/O પ્રકાશભાઇ વિષ્ણુભાઇ પ્રજાપતિ ઉવ.૧૮ રહે. મ.નં. ૬૮,પ્રજાપતિ વાસ, લક્ષ્મીનગર, નર્સરી, મોટેરા સ્ટેડીયમ સામે, પરિમલ હોસ્પીટલ પાછળ, સાબરમતી, અમદાવાદને તા.૧૦/૧૦/૨૦૨૩ ના રોજ અમદાવાદ શહેર, બોડકદેવ, જજીસબંગ્લો રોડ, મધરમિલ્ક પેલેસ સામે, નિધી કોમ્પલેક્ષમાં આવેલ ક્રિષ્ના ઝેરોક્ષ દુકાનમાંથી ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી મળી આવેલ ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની કુલ ડુપ્લીકેટ નંગ-૧૦૮ કિ.રૂ.૦૦/૦૦ તથા ટિકીટ પ્રિન્ટ કરેલ પેજ નંગ-૨૫  તથા ખરાબ પ્રિન્ટ થયેલ પેજ નંગ-૪  તથા આઇફોન ફોન નંગ-૪ કિં.રૂ.૧,૭૦,૦૦૦/- તથા કોમ્પ્યુટર મોનીટર કિ.રૂ.૩,૦૦૦/- તથા સી.પી.યુ. કિ.રૂ.૫૦૦૦/- તથા પેનડ્રાઇવ કિ.રૂ. ૩૦૦/- તથા કલર પ્રીન્ટર કિ.રૂ.૨૦૦૦૦/- તથા પેપર કટર કિ.રૂ.૫૦૦/- ગણી તમામની કુલ કિ.રૂ. ૧,૯૮,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, આરોપીઓ વિરુધ્ધ ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૨૬૮/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૧૨૦(બી), ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧ મુજબ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. આ ગુનાની તપાસ દરમ્યાન ઉપરોકત ચારેયે વેચાણ કરેલ વધુ ૪૦ ટિકીટો તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.

• પકડાયેલ આરોપીઓ પૈકી કુશ મીણા ક્રિષ્ના ઝેરોક્ષ નામની દુકાન ધરાવે છે. • આરોપી જયમીન પ્રજાપતિ તથા રાજવીર ઠાકોર તથા ધ્રુમીલ ઠાકોરે ટીકીટ બનાવવા માટે કુશ મીણા નો સંપર્ક કરેલ. કુશ મિણાએ નકલી ટિકિટ બનાવવા માટે એક ઓરીજલ ટિકીટ ની જરૂર પડશે તેમ જણાવેલ. • ધ્રુમિલ ઠાકોરે તેના સંપર્કથી એક અસલ ટિકીટ મંગાવી ત્રણેયે સાથે મળી કુશમીણાને અસલ ટિકીટ આપેલ, • ચારેય આરોપીઓએ નકલી ટીકીટો બનાવવા કલર પ્રિન્ટર ખરીદ કરેલ

• બાદ કુશ મીણાએ કોમ્પ્યુટરમાં ફોટોશોપ સોફ્ટવેરમાં આબેહુબ ટિકીટ બનાવી પ્રિન્ટો કાઢી આપેલ

* જયમીન પ્રજાપતિ અને રાજવીર ઠાકોર ભેગા મળી તેમના મિત્રો મારફતે ૪૦ જેટલી ટિકીટો વેચાણ કરી દીધેલ. જેથી ટિકીટો માટે ડીમાન્ડ વધતા વધુને વધુ ટિકીટો બનાવવા લાગેલ

• આરોપીઓ પોતાના મોજશોખ પુરા પાડવા માટે નકલી ટીકીટો બનાવી જુદા જુદા ખરીદનાર પ્રમાણે રૂ.૨૦૦૦/- થી રૂ.૨૦,૦૦૦/- થી વધુની કિંમતે વેચાણ કરી રૂપિયા મેળવવાનુ નક્કી કરેલ હતુ.પકડાયેલ આરોપીઓએ હજુ વધારે ટિકીટો વેચાણ કરેલ હોવાની શક્યતા છે તેમજ આ ટિકીટો અસામાજિક તત્વો અથવા કાળા બજારી કરતા વ્યક્તિઓએ ખરીદ કરેલ હોવાની શક્યતા હોય જેથી વધુ સઘન તપાસ તજવીજ હાથ ધરવમાં આવેલ છે.પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com