અમદાવાદ ખાતે ભારત પાકિસ્તાનની મેચમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો ઇમેલ કરનાર ઇસમની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

આરોપી હાલ ગામ ખેરડી રાજકોટ ખાતે તેના બહેન બનેવી તથા ભાઇ સાથે રહી ખેત મજુરી તથા કડીયાકામની છુટક મજુરી કરે છે : ગુનાની આગળની વધુ તપાસ બી.યુ.મુરીમા પોલીસ સબ ઇન્સ્પેકટર ક્રાઇમબ્રાચ ચલાવી રહેલ છે

અમદાવાદ

તાજેતરમાં ભારતમાં ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહેલ હોય અને આગામી તા.૧૪/૧૦/૨૦૨૩ ના રોજ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત તથા પાકિસ્તાનની મેચ યોજાનાર છે.જે મેચ બાબતે અલગ – અલગ ગેરકાયદેસર સંગઠનો દ્રારા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની તેમજ જુદી જુદી મેચોમાં ખાલિસ્તાન તરફી દેખાવો કરવાના ધમકી ભર્યા મેઈલ મળેલાની હકીકત મળેલ જેથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશ્નર દ્વારા સોશ્યલ મિડીયા પર વોચ રાખી આવા મેસેજો કરનાર ઇસમોને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના અધિકરીઓને સૂચના આપવામાં આવેલ આગેવાનીમાં જે  સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર જે.એચ.સિંધવની તપાસ હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન ઇમેલ એડ્રેસ karanmavi616@gmail.com થી “હમારા કામ હૈ” ના વિષયથી “ls Baar Modi ke Gujrat stadium mein dhamaka hoga Sab log Satrk Rahe 14.10.2023 યાલ ર૩ના Sab ki ruh kap jayegi“ એ રીતેનું ધમકીભર્યાં ઈમેલ કરેલ હોવાની હકીકત ધ્યાને આવેલ

જે ઇ-મેલની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ ઇન્સ્પેકટર જે.એચ.સિંધવ દ્વારા ઇ-મેલ કરનાર ઇસમ બાબતે ટેકનિકલ પો.સ.ઇ એમ.ડી.મકવાણાને સાથે રાખી ટેકનિકલ એનાલીસીસ આધારે તપાસ કરતા ઇ-મેલ કરનાર ઇસમનું નામ કરણ દરીયાવ માવીનું હોવાનું જણાઇ આવતા સદરી ઇસમની તપાસ કરતા કરણ દરીયાવ માવીરહે.ગામ ખેરડી કુવાવડા તા.જી રાજકોટ મૂળ વતન સેવરીમાલ પંચાયત-ભડકીયા તા.જી. ધાર મધ્યપ્રદેશનો મળી આવેલ જેની પ્રાથમિક પૂછપરછ કરતા પોતાના ઈમેલ એડ્રેસ પર  ઇ-મેલ કરેલ હોવાની કબુલાત કરેલ.જેથી સદરી ઇસમ વિરૂધ્ધ જે બાબતે ડી.સી.બી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટે બી- ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૩૦૨૬૭/૨૦૨૩ ધી ઇપીકો કલમ- 505(1)[8], 506(2) મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે.આરોપી હાલ ગામ ખેરડી રાજકોટ ખાતે તેના બહેન બનેવી તથા ભાઇ સાથે રહી ખેત મજુરી તથા કડીયાકામની છુટક મજુરી કરે છે.આરોપી ક્રિકેટ પ્રત્યે ઘેલછા અને દિવાનગી ધરાવે છે.જે ગુનાની આગળની વધુ તપાસ બી.યુ.મુરીમા પોલીસ સબ ઇન્સ્પેકટર ક્રાઇમબ્રાચ ચલાવી રહેલ છે.

આરોપીનો ગુનાહિત પુર્વ ઇતિહાસ

મધ્યપ્રદેશ રાજયના ધામનોદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૨૩૧/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૬, ૩૭૬(૨)(એફ), ૩૭૬(૨)(એન), ૩૭૦ (૧)(૪), ૩૬૫, ૫૬, ૩૪ મુજબના ગુનામાં પકડાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com