બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોડાઉનમાંથી કિ.રૂ.૬,૯૩,૦૦૦ ના બનેલ ઘરફોડ ચોરી  કરનાર તેમજ ચોરીનો માલ ખરીદનાર ૩ ઇસમો તથા ૧ કિશોરને ઝડપતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાંન્ચ

Spread the love

આજ રોજ તા-૧૧/૧૦/૨૦૨૩ ના  ૩ વાગ્યે અટક કરી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક કરી પોલીસે સારી કામગીરી કરી

અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી. એસ મલીક તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ ચિરાગ કોરડીયાની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર  ઝોન-૭ તરુણ દુગ્ગલની સુચના તથા માર્ગદર્શન હેઠળ ઝોન – ૭ કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ સુચના કરતા જે સૂચના અન્વયે ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફના આસી સબ ઇન્સ્પેકટર એમ એલ રામાણી તથા અન્ય સ્ટાફના માણસો સાથે ઝોન-૦૩ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે આપો.કો.જતેન્દ્રસિહ દશરથસિંહ તથા અ.પો.કો.લકીરસિહ રતભા તથા પો. કો. વિજયસિનભાને મળેલ સંયુકત ખાનગી બાતમી આઘારે બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી (૧) કાયદાના સંઘર્ષ માં આવેલ બાળકિશોર તથા (૨) વિશાલ સાઓ કાળુભાઈ દંતાણી ઉ..વ-૨૩ રહે-જી.એસ.ટી ફાટક, રેલ્વે પાટાની બાજુમા ન્યુ રાણીપ અમદાવાદ શહેર તથા (૩) રાજુલાલ સ/ઓ સુવાલાલ પ્રજાપતી ઉ.વ- ૩૨ રહે-ભારત પેટ્રોલપંપ ની સામે આવેલ ગૌતમભાઈ પટેલના પ્લોટમાં ભાડેથી સાઉથ બોપલ વી.આર.પી.રોડ ભારત પેટ્રોલ પંમ્પ પાસે અમદાવાદ ગ્રામ્ય મુળ રહેવાસી-ગામ- ખારોલીયા કા ખેડા, બેસવા, થાના બાગોર જીલ્લો,ભીલવાડા રાજસ્થાન (૪)| ઈશ્વરભાઈ સ/ઓ ભેરુભાઇ જાતે-કુમાવત ઉ.વ.૪૩ રહેવાસી, મુકેશભાઇ પટેલના મકાનમાં સૌલાગામ સોલા અમદાવાદ શહેર મુળ રહે.ગામ ચાવડીયા તા-કરેડા જીલ્લો-ભીલવાડા રાજસ્થાનના ગુનાના કામે ઉપયોગ કરેલ એક લોડીંગ રીક્ષા નં-GJ-27-TB-5051 જેનો એ.નં જોતા GRF05269 જેની હાલની અંદાજીત કિ, રૂ, ૪૦, ૦૦૦/- તથા અંગ ઝડતીમાંથી ૦૨ મો.ફોન કિ,રૂ,૧૦,૦૦૦/- મળી કુલ્લે-૫૦,૦૦૦/- મુદામાલ સાથે સી. આર. પી. સી. કલમ-૪૧(૧)ડી મુજ્બ કાર્યવાહી કરી આજ રોજ તા-૧૧/૧૦/૨૦૨૩ ના કલાક ૦૩/૦૦ વાગ્યે અટક કરી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક કરી સારી કામગીરી કરેલ છે.

શોધાયેલ ગુનાની વિગત : બોડકદેવ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ. ર. ન. ૧૧૧૯૧૦૦૬૨૩૦૨૪૬/૨૦૨૩ ઘી ઇ.પી.કો.કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજ્બ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) મ. સ. ઇ. એમ. એલ. રામાણી

(૨) એ.એસ.આઇ.અજયકુમાર કનુજી બ.નં.૧૩૬૬૨

(૩) અ.હે.કો.ડાહ્યાભાઇ બાબુભાઇ બ.નં-૬૨૮૭

(૪) અ.પો.કો વિજયસિંહ હનુભા બ.ન-૫૮૯૭

(૫) અ.પો.કો સિધ્ધરાજસિંહ રતનસિંહ બ.ન-૯૪૯૧

(૬) અ.પો.કો જીતેન્દ્રસિંહ દશરથસિંહ બ.નં-૧૦૨૬૫

(૭) અ, પોકો લકધીરસિહ રતુભા બનં-૧૦૩૩૪ (૮) અ.પો.કો.જયદીપસિહ રામદેવસિહ ૮૭૨૮ (૯) અ.પો.કો.મનુભાઇ વલુભાઇ બ.નં-૩૦૮૩ (૧૦) અ.પો.કો.મુળુભાઇ વેજાભાઇ બ.નં-૧૦૦,૭૭

(૧૧) અ.પો.કો.અજુમઅલી ઇસબઅલી ૩૯૯૦

પકડાયેલ ગુનાહિત ઇતિહાસ

આ કામે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર અગાઉ ચાર વર્ષ પહેલા ઘરફોડચોરીના ગુનામાં પકડાયેલ છે.

પકડાયેલ આરોપીએ કરેલ અન્ય કબુલાત

(૧) આ કામે પકડાયેલ આરોપીઓએ ત્રણ દિવસ પહેલા સરખેજ દિવ્ય ભાસ્કર સામે આવેલ ગ્રીન અંદાજ પાર્ટી પ્લોટ માંથી રાત્રીના સમયે લોખંડ તથા વાયરની ચોરીઓ કરેલ છે. (૨) આ કામે પકડાયેલ આરોપીએ ત્રણ દિવસ પહેલા નવકાર ગુર્જરી ફાર્મ સરખેજ ખાતે લોખંડ તથા કેબલ વાયરની ચોરીઓ કરેલ છે.

(૩) આ કામે પકડાયેલ આરોપીએ એસ.પી.રીંગ રોડ કાકા ઢાબા પાસે આવેલ ચાવડા બોપલ યાર્ડ ખાતેથી તથા બાજુમાંથી એલ્યુમીનીયમ તથા કેબલની ચોરીઓ કરેલ છે.

(૪) આ કામે પકડાયેલ આરોપીએ વકિલ બ્રીજ પાસે આવેલ બસેરા પાર્ટી પ્લોટ ખાતેથી ગેસ બાટલો તથા સગડાની ચોરી કરેલ છે.

(૫) આ કામે પકડાયેલ આરોપીએ મકરબા હેડ કવાટર્સ સામે આવેલ એક પ્લોટ માં પાર્ક કરેલ ડમ્ફર ટ્રક માંથી રાત્રીના સમયે બે બેટરીની ચોરી કરેલ છે.

(૬) આ કામે પકડાયેલ આરોપીએ સોલા શાંતિવન બંગ્લાની બાજુમાં શાલીન હોસ્પીટલ બાજુમાં ચાલતી એક સાઇડ ખાતેથી લોખંડની ચોરી કરેલ છે.

(૭) આ કામે પકડાયેલ આરોપીએ સોલા અગ્રવાલ મોલ સામે આવેલ ઉમીયા કેમ્પર્સખાતેથી મુર્તિઓની ચોરીઓ કરેલ છે.

(૮) આ કામે પકડાયેલ આરોપીએ ૪-૫ મહિના પહેલા સોલા ચંદન પાર્ટી પ્લોટ ખાતેથી રાત્રીના સમયે લોખડ તથા એલ.ઇ.ડી.લાઇટની ચોરી કરેલ છે.

(૯) આ કામે પકડાયેલ આરોપીએ આશરે દોઢ વર્ષ પહેલા પલોડીયા ટેકરા પલોડીયા ગામ તરફ જતા રસ્તા આવેલ એક વરન્ડો વારેલ જગ્યાએથી લોખડ તથા વાસણની ચોરી કરેલ છે.પકડાયેલ આરોપીની એમ.ઓ. આ કામે પકડાયેલ આરોપીઓ રાત્રીના સમયે અમદાવાદ શહેર ના અલગ અલગ બ્રીજ નીચે સુઇ રાત્રીના મોડા બે વાગ્યા પછી સુમસામ જગ્યાઓએ ટેમ્પો લઇને ફરતા ચોરી કરવાની એમ.ઓ.ઘરાવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com