સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આરોગ્યની સાથે ચેડા,રૂમમાં સાફ-સફાઇ પણ કરવામાં આવતી નથી, વિદ્યાર્થીઓને પાણી પણ ચોખ્ખુ આપવામાં આવતું નથી
અમદાવાદ
આજરોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલ સમરસ હોસ્ટેલમાં વિવિધ પ્રશ્નોને લઇને ગુજરાત એન.એસ.યુ.આઇ. કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું . જેમાં સમરસ હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા ઘણી જ ખરાબ છે જે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ઘણાં જ પ્રશ્નો ઉભા થઇ શકે તેમ છે. વિવિધ જિલ્લા અને શહેરોમાંથી વિદ્યાર્થીઓ પોતાના ભણતરની કારકિર્દી બનાવવા માટે સમરસ હોસ્ટેલમાં એડમીશન કરાવે છે પરંતુ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આરોગ્યની સાથે ચેડા કરવામાં આવે છે. જેમાં રૂમમાં સાફ-સફાઇ પણ કરવામાં આવતી નથી. વિદ્યાર્થીઓને પાણી પણ ચોખ્ખુ આપવામાં આવતું નથી. આજ રોજ અમારા દ્વારા રીયાલીટી ચેક કરતાં ત્યાં સમાજ કલ્યાણ વિભાગના અધિકારી શ્રી વી.આર.ચૌધરી અમોને મળ્યા હતાં તો અમારા દ્વારા તેઓને R.O. બંધ હાલતમાં હતાં તેથી અમોએ તેઓને પૂછતાં તેમને કહ્યું કે અમારા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવાં છતાં તેમના દ્વારા કોઇપણ પ્રતિઉત્તર મળતો નથી તેના કારણે વિદ્યાર્થીઓને ચોખ્ખા પાણીથી વંચિત રહેવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને જે ખોરાક આપવામાં આવે છે તેમાં ઇયળ અને કાંકરા નીકળતા હોવાની વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા ફરીયાદ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાણી અને સારા ગુણવત્તાયુક્ત ખોરાકથી વંચિત સમરસ હોસ્ટેલમાં છે.આથી અમારા દ્વારા તેમને વિવિધ પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવે તેવી બાંહેધરી લેવામાં આવી છે જો તેમ કરવામાં સમરસ હોસ્ટેલના અધિકારીઓ નિષ્ફળ જશે તો આગામી સમયમાં અમારા દ્વારા ખૂબ જ આશ્ચર્યજનક પ્રોગ્રામ કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી સમરસ હોસ્ટેલના સત્તાધીશોની રહેશે.