આજે ભારતીય ટીમ અમદાવાદ એરપોર્ટથી ITC નર્મદા હોટલ પહોંચી , ક્રિકેટ રસિકો ખેલાડીઓને જોવા ઉમટી પડ્યા,મેચમાં વરસાદની સંભાવના

Spread the love

 

પાકિસ્તાનની ટીમ આશ્રમ રોડની હયાત હોટલમાં રોકાઈ છે

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા

14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના : મોહંતી મનોરમા

અમદાવાદ

અમદાવાદમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ રમાવાની છે. ભારત અને પાકિસ્તાન બન્ને ટીમ 2-2 મેચ જીતીને અમદાવાદ પહોંચી છે. ટીમ ઇન્ડિયાના ખેલાડી શનિવારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર મેચ માટે અમદાવાદ એરપોર્ટ પહોંચી વસ્ત્રાપુરની આઈ.ટી.સી નર્મદા હોટલ ખાતે પહોંચી ગઈ છે. જ્યાં હોટલની બહાર ક્રિકેટ રસિકો ભારતીય ખેલાડીઓને જોવા માટે ઉમટી પડ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદમાં આઇટીસી નર્મદા હોટલમાં રોકાઇ છે. જ્યારે પાકિસ્તાનની ટીમ અમદાવાદના આશ્રમરોડ ખાતે આવેલી હયાત હોટલમાં રોકાઈ છે.

Itc નર્મદા હોટલની બહાર ભારતીય ક્રિકેટરોને જોવા ક્રિકેટ રસીકોની ભીડ

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમદ સિરાજ, બૂમરાહ સહિતના ખેલાડીઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ફેવરીટ પ્લેયર સાથે ફોટો મોહમદ સિરાજ, બૂમરાહ સહિતના ખેલાડીઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ફેવરીટ પ્લેયર સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવા ક્રિકેટ રસિકોએ પડાપડી કરી હતી. જોકે એરપોર્ટથી ટીમ ઈન્ડિયા બસમાં બેસી ITC નર્મદા હોટેલ પહોંચી હતી.બીજી તરફ ITC નર્મદા હોટેલની બહાર ઇન્ડિયન ક્રિકેટ ટીમને જોવા લોકો ટોળે વળ્યા હતા, લોકો ટીમની એક ઝલક જોવા માટે હોટલની આજુબાજુ ઊભા રહી ગયા હતા. હોટલમાં પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોટલના આગળના દરવાજેથી પોલીસ દ્વારા તમામ લોકોને હતા. દૂર કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં રમાયેલી પોતાની અંતિમ 5 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી

ભારતે અમદાવાદમાં રમાયેલી પોતાની અંતિમ 5 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે. ફેબ્રુઆરી 2022માં ભારતે આ મેદાન પર રમાયેલી પોતાની અંતિમ વન ડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 96 રને હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 265 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 169 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

હવામાન વિભાગના ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું હતું કે, 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે. તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર અમદાવાદમાં વરસાદની શક્યતા લગભગ નહિવત્ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com