રાજ્યમાં મેયરની ગરિમા શું કહેવાય? અને ક્યારે ફોન કરાય તે પણ જાે મોબાઈલ નંબર મળી જાય તો અડધી રાત્રે પણ મેયરની બજાવી નાખે પછી અડધી રાત્રે સમય પણ ન જાેવે કે કેટલા વાગ્યા છે? ત્યારે gj-૧૮ મહાનગરપાલિકાના મેયરને અનેક કડવા અનુભવો થયા પણ એક અનુભવ તો ભારે કર્યો ત્યારે gj-૧૮ની મીઠી મીઠી વાણી પછી કામની સીધે સીધી સીક્સર મારવાની ત્યારે રાત્રે અત્યારથી ગરબાના પાસ મોટેરા ક્રિકેટ જાેવાના પાસની વ્યવસ્થા કરી આપો ત્યારે પાછું રાત્રે ૩ વાગે એક વ્યક્તિએ ફોન કરીને મેયરને જણાવ્યું કે આરામ ઉપર છો? સુઈ ગયા હતા રાતે ૩ વાગ્યે મેયર સુતા ના હોય તો શું કરે? આવા અજીબો પ્રશ્નો કરીને પછી કહે કે ગઈકાલે અમારા ઘર પાસે કૂતરું મરી ગયું હતું તે ઉપાડવા આવ્યા નથી, અત્યારે ખૂબ જ દુર્ગંધ મારે છે, ત્યારે તંત્રને કશું કહી શકે નહીં અને મેયરની બજાવે ત્યારે મેયરે રાતે ૩ વાગ્યે ફોન એટલે ઉપાડ્યો કે રાત્રે બધાને ખબર સમયની હોય અને રાતે ૩ વાગ્યે ફોન આવે એટલે ભલભલાના ધબકારા વધી જાય અને ફોન સારો ના હોય, ત્યારે અરજદારે જણાવેલ કે કૂતરું મરી ગયું છે, એટલે રાત્રે ખૂબ જ દુર્ગંધ મારે છે, ત્યારે મેયરે જવાબ આપ્યો કે કહેતા હોય તો હું અને મારા પીએ, પીએસ તથા પટાવાળા આવીને કૂતરાને ખેંચી જઈએ ત્યારે રાત્રે ફોન ઉપાડ્યો તે મોટી મહત્વની વાત છે.
મેયરની પણ રાત્રે લોકો આવી રીતે બજાવે છે, ત્યારે તંત્ર સામે બાથ ભીડાવવાકોઈ તૈયાર નથી બાકી જે કામ થવાનું છે તે સમય અને કાર્યાલય ખુલે પછી થાય, ત્યારે ક્રિકેટના પાસ ગરબાના પાસ આ કામ મેયરે કરવાના છે? ત્યારે રાત્રે ૩ વાગ્યે ફોન આવતા મેયરના ધબકારા શરીરના વધી ગયા હતા અને રાતની નીંદડી પણ ઉડી ગઈ ત્યારે બોલો મેયર બનવાના સપના જાેનારા આ બધું વાંચે અને લોકો કેવા હેરાન કરે છે તે સમજવા જેવું છે.