ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ . મનીષ દોશી
બુટલેગરો સામે કડક પગલાં ભાજપ સરકારે લેવા જોઈએ તેવી કોંગ્રેસની માંગ: કેબિનેટ બેઠક માં પણ દારૂબંધી પર ચર્ચા કેમ કરતા નથી .અધિકારીઓ અને પોલીસ સાઠગાંઠ સામે કાર્યવાહી કેમ નથી કરતા .અબજો રૂપિયાનું ડ્રગ્સ વેચાય છે તો કાર્યવાહી કેમ નહિ ?
અમદાવાદ
સાંસદ મનસુખ વસાવાના નિવેદન પાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ . મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વાયબ્રન્ટના તાયફાઓની જગ્યાએ દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે.જેથી વાયબ્રન્ટ દારૂ અને વાયબ્રન્ટ બુટલેગરોને અટકાવો .આ મુદ્દે કેબિનેટ બેઠક માં પણ દારૂબંધી પર ચર્ચા કેમ કરતા નથી .અધિકારીઓ અને પોલીસ સાઠગાંઠ સામે કાર્યવાહી કેમ નથી કરતા .અબજો રૂપિયાનું ડ્રગ્સ વેચાય છે તો કાર્યવાહી કેમ નહિ ? ભાજપના સાંસદની વાત અને કોંગ્રેસ ની માગ છે કે આ મુદ્દે કડક કાર્યવાહી થવી જોઈએ .વધુમાં દોશી એ જણાવ્યું હતું કે મનસુખ વસાવાએ જે રીતે સત્ય રજૂ કર્યું કે ગુજરાતમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. બુટલેગરને દારૂ ઠેલાવવા માટે પોલીસ સાથે સાત ગાંઠ છે ? ભાજપ ની અંદર પણ કેટલાક નેતાઓને લીધે બુટલેગરો સાથે સાંઠગાંઠ હોવાથી બેફામ દારૂ ઠલવાઈ રહ્યો છે ? દારૂ પીવડાવીને ગુજરાતના યુવાનોને આખી રાત નચાવવામાં આવે છે તેવું પણ વસાવાએ કહ્યું. પોલીસ કેવી રીતે હપ્તા લે છે તેવું નિવેદન નામજોગ સાથે વસાવાએ આપ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી પાસે ગૃહ ખાતું હોવા છતાં આ બાબતે મૌન છે. વાઇબ્રન્ટ ની વાતો કરવાની જગ્યાએ દારૂબંધી માટે કડક પગલાં કેવી રીતે લઈ શકાય તેનું ધ્યાન આપવું જોઈએ . ગુજરાતના યુવાનોને નશામાંથી કેવી રીતે બચાવી શકાય તેની તરફ ધ્યાન આપવું જોઈએ. ગુજરાતમાં જે રીતે દારૂ ઠલવાઈ રહ્યો છે તે જોતા બુટલેગરો સામે કડક પગલાં ભાજપ સરકારે લેવા જોઈએ તેવી કોંગ્રેસની માંગ છે.