સવારે ૬.૦૦ કલાક થી મોડી રાત્રે ૧૧.૦૦ કલાક સુધી તેમજ નાઇટના ૫ રૂટ ની ૫૦ બસો રાત્રે ૮.૩૦ થી મોડી રાત્રે ૧.૦૦ (AM) સુધી બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેનું નાઇટનું ભાડું રૂપિયા 20 લેવામાં આવશે
અમદાવાદ
અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા એક યાદીમાં જણાવ્યા અનુસાર 14 મી તારીખે શનિવારે ભારત અને પાકિસ્તાન ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમનાર હોવાથી તેને લઈને ક્રિકેટ રસિકો માટે બીઆરટીએસ તેમજ રૂટીન બસો અને એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં રુટીન બસો ૪૫ અને એકસ્ટ્રા બસો ૨૨ મળી કુલ ૬૭ બસો ઉપલબ્ધ રહેશે. મેચ ના દિવસે બસ વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન માટે કુલ ૪૦ અધિકારી/સ્ટાફ ફરજ પર રહેશે જેમાં ફીલ્ડ ઓફીસર-૩, સિકયોરીટી ઓફીસર-૨, ફીલ્ડ સુપરવાઇઝર -૪, ટીકીટીંગ એકસ્ટ્રા સ્ટાફ-૮, સિકયોરીટી ગાર્ડ-૧૧, વીજીલન્સ ટીમ-૮ સ્ટાફ, બસ સુપરવાઇઝર-૪
તા.૧૪/૧૦/૨૩, શનિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા વી. પાકિસ્તાન વર્લ્ડ કપ-૨૦૨૩ ક્રિકેટ મેચના કાર્યક્રમ અનુસંધાને બી.આર.ટી.એસ. ઓપરેશન નીચે મુજબ રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અમદાવાદ શહેરમાં યોજાનારા વનડે વર્લ્ડ કપ – ૨૦૨૩ ની ક્રિકેટ મેચ સંદર્ભે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા – આવવા માટે હયાત ૧૧ રૂટ ની ૬૯ બસો પત્રક – અ મુજબ સવારે ૬.૦૦ કલાક થી મોડી રાત્રે ૧૧.૦૦ કલાક સુધી તેમજ પત્રક – બ મુજબ નાઇટ ના ૫ રૂટ ની ૫૦ બસો રાત્રે ૮.૩૦ થી મોડી રાત્રે ૧.૦૦ (AM) સુધી બસો ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ કુલ ૧૬ રૂટો ઉપર ૧૧૯ બસો નીચેના પત્રક માં દશાવેલ તારીખ મુજબ સંચાલન માં મુકવામાં આવનાર છે.
ક્રિકેટ મેચ દરમ્યાન બપોરે/રાત્રી ના સમયે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ત૨ફ જવા આવવા માટે વાડજ, લા.દ., સારંગપુર, મણિનગર ટર્મિનસ ના ઇન્ચાર્જશ્રીઓએ પ્રવાસીઓને ધ્યાનમાં લઇ અન્ય રૂટ ની બસ ઉપાડી ને જરૂરીયાત મુજબ વ્યવસ્થા કરવાની રહેશે.
૨. મેચ ના દિવસે બસ વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન માટે કુલ ૩૦ અધિકારી સ્ટાફ ફરજ ઉપર હાજર રહેશે.
૩. નાઇટ ઇન્ચાર્જ શ્રી એ ઉપરોકત તેમજ જરૂરીયાત મુજબ બસ અચેર ડેપો / ટર્મિનસ થી લેવાની રહેશે.
૪. આ ઓફીસ ઓર્ડર નો અમલ કરવા ઉપરોકત મેચની આવનારી તારીખો ધ્યાને લઇ જે તે દિવસે બસો ની વ્યવસ્થા માટે સંબંધિત મુખ્ય ટર્મિનસ/ટર્મિનસો ના અધિકારી શ્રી /ઇન્ચાર્જ શ્રીઓએ બસો નું ઓપરેશન્સ થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે, વધુ માં ઇન્ચાર્જ શ્રી (ડેપો,સ્ટાર્ટર, વિજીલન્સ, સારંગપુર, વાડજ) તથા આસી. મેનેજર શ્રી મણિનગર, જે.ઇ.શ્રી, લા.દ. તેમજ સંબંધિત તમામ સુપરવાઇઝરી સ્ટાફે પણ ઓફીસ ઓર્ડર અન્વયે સંબંધિત વિભાગીય તકેદારી રાખવાની રહેશે.
૫. સદર ૫ રૂટ નું નાઇટ નું ભાડુ રૂા.૨૦ પ્રવાસી દિઠ મુજબ લેવાનુ રહેશે.
૬. નાઇટ ના સ્ટાફે ઉપરોકત મેચ દરમ્યાન બસ વ્યવસ્થામાં હાજર રહેવાનુ રહેશે.