પ્રતિનધીઓ અને કામદારોનું કુલ 7323 ક્લાકનું શ્રમદાન
અમદાવાદ
સ્વચ્છતા અભિયાન હેઠળ આજ રોજ અમદાવાદ શહેરમાં કચરાનાં સેકન્ડરી ટ્રાન્સપોર્ટેશન માટે કાર્યરત કુલ 09 જેટલા રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશનો (RTS) ની ઓપરેશન અને મેંટેનન્સ એજન્સીના પ્રતિનિધીઓ અને ડ્રાયવરો – લેબરો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.
આજની સફાઈ ઝૂબેશમાં અમદાવાદ શહેરનાં 17 લાખથી વધારે રહેણાંક અને 6 લાખ જેટલા કોમર્શિયલ એકમોમાંથી ડોર ટુ ડોર કચરાનાં કલેકશનની રોજેરોજની કામગીરીમાં રોકાયેલાં અને અન્ય સિસ્ટમના 1000 થી વધારે વાહનોનાં જુદા-જુદા સ્થળોએ આવેલાં પાર્કીંગ સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવેલ હતી.આ ઉપરાંત શહેરનાં રેલ્વે પેરેલલ, હાઇવે ક્રોસીંગ અને પડતર જગ્યાઓ પરનાં લીગસી વેસ્ટ નિકાલ માટેની કામગીરી પણ કરવામાં આવેલ હતી.સફાઈ ઝુંબેશમાં હાજર રહેલા પદાધિકારીઓ, ઓપરેશન એજન્સીના પ્રતિનધીઓ અને કામદારોએ મળી કુલ 7323 ક્લાકનું શ્રમદાન કરેલ હતું અને 188.49 મેટ્રીક ટન કચરાનું કલકેશન કરી આખરી નિકાલ કરવામાં આવેલ છે.