સ્વચ્છતા અભિયાનમાં ૩૩૬ જેટલા નાગરિકો તથા મહાનુભાવો એ ભાગ લીધો. જેમા કુલ ૧૭ વાહનો દ્વારા ૩૫ ટન જેટલો કચરો માટી પૂર્ણી નો નિકાલ : ધારાસભ્ય અમુલભાઇ ભટ્ટ તથા દક્ષિણ ઝોન ના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહી શહેરના સફાઇ અભિયાનમાં જોડાયા
અમદાવાદ
આજ રોજ તા-૧૨.૦૧૦.૨૩ ના રોજ મે. કમિશનરની સુચના મુજબ ડે.મ્યુનિ.કમિશનરશ્રી (દક્ષિણ ઝોન) ની રાહબરી હેઠળ સો.વે.મે.વિભાગના અલગ અલગ વોર્ડમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં ડે.ડાયરેકટર સો.વે.મે. (દક્ષિણ ઝોન) ના માર્ગદર્શન મુજબ સો.વે.મે. વિભાગના તમામ વોર્ડ પ.હે.સુ. શ્રી ઓની સફાઈ કામદારોની ટીમ તથા સ્થાનિક રહિશો સાથે વટવા તથા ઇદ્રપુરી વોર્ડના વાહનોના પાર્કિંગ સ્થળે સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો.દક્ષિણ ઝોનના ડે.મ્યુનિ.કમિશનર નેહાકુમારી તેમજ વટવા વોર્ડના આસી. મ્યુનિ.કમિશનર પ્રયાગભાઇ લાંગળિયાએ સદભાવના સ્લમ ક્વાટર્સમાં સફાઇ કામગીરી કરી સ્વચ્છતા અંગેનું પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડયું હતુ. સદર સ્વચ્છતા અભિયાન માં ૩૩૬ જેટલા નાગરિકો તથા મહાનુભાવો એ ભાગ લીધો. જેમા કુલ ૧૭ વાહનો દ્વારા ૩૫ ટન જેટલો કચરો માટી પૂર્ણી નો નિકાલ કરાવેલ છે. સ્થાનિક નાગરિકો દ્રારા સ્વયંભૂ સફાઈ અભિયાન માં સામેલ થઇ બે ટન જેટલો કચરો એકત્રિત કરી નિકાલ કરેલ છે. તેમજ શહેરમાં ગંદકી કરતા ૭ (સાત) ધંધાકીય એકમોને સીલ કરવામાં આવેલ છે.ઉપરાંત, તા – ૧૧.૧૦.૨૩ના રોજ સો.વે.મે. દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં દેવ હોટેલ થી શાસ્ત્રી બ્રિજ સુધીના લાંભા અને બહેરામપુરા વોર્ડ ના બંને બાજુના રોડ ઉપર ખાસ આયોજનમાં ઝુંબેશ ના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. સદરહુ જગ્યા એ ધારાસભ્ય અમુલભાઇ ભટ્ટ તથા દક્ષિણ ઝોન ના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહી શહેરના સફાઇ અભિયાનમાં જોડાયા હતા. સાથે ૨૭૫ જેટલા નાગરિકો તથા પદાધિકારીઓની ઉપસ્થિતિ માં કુલ ૬ વાહનોના ઉપયોગથી કુલ ૭૨ ટન જેટલા કચરાને એકત્રિત કરી નિકાલ કરવામાં આવ્યો હતો.આમ, શહેરના સ્વચ્છતા અભિયાન ને વધુ જાગ્રુત કરવાના અભિગમ સાથે અ.મ્યુ.કો. શહેરને વધુ સુશોભિત કરવાની નેમ સાથે સતત પ્રયત્નશીલ છે.