ગુજરાતમાં હાઇ એલર્ટ, અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત, આવતીકાલે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ..

Spread the love

14 ઓક્ટોબર શનિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. વિશ્વ કપની આ હાઈ વોલ્ટેજ મેચને લઈને ફેન્સમાં અનેરો ઉત્સાહ છે તો બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની પોલીસ અને વિવિધ એજન્સીઓ પણ સતર્ક બની છે. તો બીજી તરફ ભારત -પાકિસ્તાનની મેચને લઈ રાજ્યના DGP વિકાસ સહાયએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

તેમણે કહ્યું કે, આવતીકાલે રાત્રીના 8 થી12 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં હાઇ એલર્ટ રહેશે. ભારત -પાકિસ્તાનની મેચને લઈ રાજ્યના DGP વિકાસ સહાયે મોટું નિવેદન આપ્યું છે. રાત્રિના 8 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં એલર્ટ રહેશે. તમામ પોલીસ જવાન અને SRPFની ટુકડીઓ એલર્ટ પર રહેશે. આ ઉપરાંત વિજય સરઘસ અને ઉજવણી અંગે એસપી અને પોલીસ કમિશનર નિર્ણય લેશે. સાથે જ વિજય સરધસની પરવાનગી સ્થાનિક પોલીસ નક્કી કરશે. આવતીકાલે મેચ રાત્રે 10 કે 10:30 કલાકે પૂર્ણ થવાની હોવાથી આવતીકાલે રાત્રે ૮ વાગ્યા પછી પોલીસ એલર્ટ થઈ જશે. એટલું જ નહીં રાજ્યમાં તમામ પોલીસકર્મી અને એસઆરપીને સતર્ક રખાશે. મેચનું પરિણામ જે આવે તે ગુજરાત પોલીસ સતર્ક છે અને તૈયાર હોવાનો અંતમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય એ દાવો કર્યો હતો. ભૂતકાળની મેચના અભુભવના આધારે નિર્ણય લેવામાં આવશે.રાજ્યમાં ક્યાંય છમકલું કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલર્ટ રહેશે.

તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે અમદાવાદમાં ભારત -પાકિસ્તાનની મેચ યોજાશે. મેચને અનુસંધાને અમદાવાદ અને ગુજરાત પોલીસે વ્યવસ્થા કરી છે. ભારત -પાકિસ્તાન મેચની 5 કેન્દ્ર આધારિત સુરક્ષા ગોઠવાઈ છે. સ્ટેડિયમ અને અંદરના પ્રેક્ષકોની સુરક્ષામાં 6 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. ટ્રાફિક અને પાર્કિંગ માટે પણ સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. બંને ટીમ અને તેના સ્ટાફ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે. અસામાજિક તત્વો પર પોલીસની વોચ ગોઠવવામાં આવી છે. મેચ અનુસંધને રાજ્યમા અનિચ્છનીય બનાવ ન બને તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ વ્યપક રીતે સ્ટેડિયમ અને સ્ટેડિયમની આસપાસ પોલીસ બંદોબસ્ત મૂકયો છે. NSG, RAF NDRF પણ સ્થાનિક પોલીસ સાથે જોડાયા છે. ટ્રાફિક અનુસંધાને અમદાવાદ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com