મહિલા નગર સેવકો શોભાના ગાંઠિયા સમાન, સામાન્ય સભા અને જ્યાં જરૂરી હાજરી હોય ત્યાં બાકી પતિ દેવો ભવ..
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલા આરક્ષણ 33 %નો અમલ કરવામાં આવ્યો છે, ત્યારે મહિલાઓને આરક્ષણ ભલે મળ્યું, પણ રક્ષણ તો પતિદેવો કરી રહ્યા છે ,ત્યારે ભાજપમાં ચૂંટાયેલી મહિલાઓમાં માંડ આંગળીના ટેરવે ગણી શકાય તેટલી મહિલાઓ પોતે સક્ષમ થઈને કામ કરી રહી છે, બાકી સામાન્ય સભામાં નાસ્તા ,ભોજન કરીને હાજરી આપીને મનપાની શાળાએ જઈને આવ્યા જેવી હાલત છે, ત્યારે ખરેખર પતિદેવોએ મહિલાઓને ટ્રેનિંગ આપવી જોઈએ, એક પતિદેવ મેયર પત્ની બની જાય તેના ક્લાસ લેતા હોય તેમ ટ્રેનિંગ આપી રહ્યા છે ,પણ ભાઈ, ટ્રેનિંગ સામાન્ય સભામાં બોલે તેની આપો, બાકી મહિલા સીટ અનામત હોવાથી કરવું શું? ત્યારે સરકારે મહિલાઓને સક્ષમ બનાવવા સરાહનીય પગલું લીધું પણ આમાં સફળ થયા છે,ખરા? ત્યારે દિલ્હી સાંસદ ,વિધાનસભા Mla માં સાંસદ તથા વિધાનસભામાં મહિલા ચૂંટાઈ હોય તે જઈ શકે, ત્યાં પતિદેવને સ્થાન નથી, તો આ કાયદાનો કડક અમલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ,મહાનગર પાલિકા ,પાલિકામાં પણ કરાવો જરૂરી છે.
પ્રાપ્ત વિગતોનુંસાર ગઈકાલે મેયર દ્વારા વોર્ડ _૧ ની તથા વોર્ડ -૮ની સંકલન બેઠક યોજાઈ, તેમાં વોર્ડ -૧ માંથી બે નગર સેવક રાકેશ પટેલ, નટવરજી ઠાકોર તથા મહિલા નગર સેવક અંજનાબેન મહેતા ની જગ્યાએ તેમના પતિદેવ સુરેશ મહેતા તથા મીનાબેન મકવાણાની જગ્યાએ તેમના પતિદેવ ખોડીદાસ મકવાણા હાજર રહ્યા હતા, ત્યારે આ સંદર્ભે સામાન્ય સભા હોય ત્યાં નિયમો ,કાયદા અને બેઠકમાં કેમ નહીં? ત્યારે વોર્ડ -૮ ની બેઠકમાં મહિલા નગર સેવક પોતે છાયાબેન ત્રિવેદી( પોટલીબાઈ) હાજર રહ્યા હતા.
બોક્સ:-
મહિલા માટે 33% અનામતનો કોઈ અર્થ રહેતો નથી હા ,પક્ષમાં ઘણી મહિલાઓ સક્ષમ છે, પણ પક્ષ દ્વારા ટિકિટ ફાળવણી કરવામાં આવે ત્યારે બોલી શકે, રજૂઆત કરી શકે અને પતિની આંગળી પકડીને જ ચાલવાનું હોય તો કોઈ મતલબ રહેતો નથી, બેઠકમાં પતિદેવ હાજરી આપીને પ્રજાના પ્રશ્નોને વાંચ્યા આપવા મેયરને રજૂઆત કરી રહ્યા છે, તો નગરસેવક મહિલા શોભાના ગાંઠિયા સમાન કે પછી સ્ટેમ્પેઇ?