ગુજરાતનું હબ એટલે અમદાવાદ અને ગુજરાતનું પાટનગર એટલે જીજે 18. ત્યારે કહેવત છે કે, મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં રોટલો-ઓટલો પણ મળી જાય અને ક્યાંય વિચારો મનમેળ સેટિંગના આવી જાય તો ચોટલા વાળી પણ મળી જાય . રીક્ષા એ સસ્તું અને લાખો લોકોને રોજગારી આપતું સાધન છે ત્યારે આજે પ્રથમ નોરતા એ gj 18 ની હાર્દ સમી એવી સાબર બજારની ભોપુડું ધૂમ વેચાણ સાથે વાગ્યું છે , ત્યારે આ જો 2001 જેટલી રીક્ષાઓનું ધૂમ વેચાણ જીજે 18 ખાતે થયું છે. નંબર પ્લેટથી લઈને તમામ ખર્ચ સાથે આજરોજ સેક્ટર 30 ખાતે આવેલા સાબર બજાજ ખાતે સવારથી રીક્ષા ખરીદવા માનવ મહેરામણ ઉમટી હતું ત્યારે અનેક ગુજરાતી ચલચિત્રના કાપરા સાથે રીક્ષા ખરીદનારા ડ્રાઇવરો એ ફોટા પડાવ્યા હતા.
વધુમાં આ પ્રસંગે મેયર હિતેશ મકવાણા પધાર્યા હતા. પોતે રીક્ષા ચલાવીને એક મેસેજ સુંદર આપ્યો હતો. તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેરોજગારોને રોજગારી મળે તે માટે હર હંમેશા પ્રયત્નશીલ છે અને રીક્ષાની સંખ્યા તો વધી રહી છે. ત્યારે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે ત્યારે અહીંયા ઓટલા સાથે મકાન જેમાં કાચા-પાકા મકાનોમાં રહેતા લોકો માટે મકાનો પણ સરકારે બનાવ્યા છે . બીજું તેમણે દરેક રિક્ષાચાલક ને જણાવેલ કે સટલીયા રીક્ષા ચલાવવાનું બંધ કરો. વધુ પેસેન્જર ભરતા રિક્ષા ને નુકસાન ઉપરાંત પેસેન્જર પણ જોખમી મુસાફરી કરી રહ્યા છે, ભલે 10 રૂપિયા ભાડું હોય તો બે થી પાંચ રૂપિયા વધારે લો પણ પાછળ ત્રણ પેસેન્જર થી વધારે કમાવાની લાલચમાં ન બેસાડો. ત્યારે મેયરે રીક્ષા ચલાવી ત્યારે અસરાનીનું ફિલ્મમાં ગીત ગાતો હતો કે, “હું અમદાવાદનો રિક્ષાવાળો” તેમ મેયર ગાંધીનગરનો રીક્ષાવાળો ગીત ગાતા હોય તેમ મસ્તીમાં જોવા મળ્યા હતા. બાકી મેયરને બાઇક હોય કે સાયકલ બેસી જાય કોમન મેન ત્યારે મેરે ચલાવેલી રીક્ષાથી અનેક લોકોએ પોજ પડાવ્યાં હતા. આ પ્રસંગે મેયર હિતેશ મકવાણા, જીલુભા ધાંધલ, કલાકાર પ્રકાશ બારોટ, ચેતના ખંડવી, સુરેશ ઝાલા, વીજુ ગુજરાતી, રોહિત ઠાકોર, છોટે વિક્રમ ઠાકોર, ઝીલ જોશી પધાર્યા હતા.
બોક્સ:-
સાબર બજાજની રિક્ષાનું ધૂમ વેચાણ જીજે 18 ખાતે આજરોજ પ્રથમ નોરતાએ 201 રિક્ષા નું વેચાણ થયું હતું. ત્યારે કંપનીના દિપક પ્રજાપતિ દ્વારા જણાવેલ કે રિક્ષાએ દરેક રોજબરોજનો ધંધો રોજગાર કરતા હોય તેમાં આવવા જવા અને પેસેન્જર રીક્ષા એ લાખો લોકોને રોજગારી આપીને અનેક લોકોના ઘરના ચુલા ચલાવે છે.
રિક્ષામાં બેસવાની મજા કઈક અલગ જ છે ફોર વ્હીલર મોંઘીદાર ગાડીમાં બેઠા હોય ભલે તમામ સગવડો હોય પણ રિક્ષા જેવી મજા નહીં.