અરબસાગરમાં બીપરજોય જેવું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે,22થી 24 ઓક્ટોબરે વાવઝોડું આવશે : અંબાલાલ પટેલ

Spread the love

અંબાલાલ પટેલે એક ખતરનાક વાવાઝોડાની આગાહી કરી છે. ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાનો ખતરો જોવામાં આવી રહ્યો છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરતાં જ કરોડો લોકોમાં ફફડાટ મચી ગયો છે. અંબાલાલના જણાવ્યાં મુજબ અરબસાગરમાં બીપરજોય જેવું વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે. 16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે.

18 ઓક્ટોબરે લો પ્રેશર બનશે. 22થી 24 ઓક્ટોબરે વાવઝોડું આવશે.આ વાવાઝોડું બંગાળાના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. તરત બાદ પશ્ચિમી વિક્ષેભ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફાંટાશે તેવી આગાહી કરવાનું અંબાલાલે મુશ્કેલ કહ્યું છે.

પરંતુ જો વાવાઝોડું ઓમાન તરફ ફન્ટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે એવી પણ અંબાલાલ પટેલની નવી આગાહી છે.અંબાલાલે થોડી રાહતની વાત કરતાં જણાવ્યું કે મોટાભાગે હાલની સ્થિતિ જોઈ તો વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા છે. આ ઉપરાંત 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે પવન ફંકાશે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગે વરસાદ આવશે.તો વળી અંબાલાલે એમ પણ કહ્યું છે કે આ સાથે જ મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. 13થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમા ઉભુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com