અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર થી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતો તમાકુના જથ્થાને પોલીસે ઝડપી લીધો છે. ટેક્સની ચોરી કરવા માટે થઈને ઈનવોઈસ બીલમાં છેડછાડ કરીને તેમજ ઈ-વે બીલ રાખ્યા વિના જ તમાકુની હેરફેર કરવામાં આવી રહી હતી. મોડાસા એલસીબીની ટીમે ટ્રક અને તેના ચાલકની અટકાયત કરીને કાર્યવાહી કરી હતી.
આ સાથે તમાકુ અને ગુટખા સહિતની ચીજોમાં મોટા પાયે ટેક્સ ચોરીનો રેકેટ ચાલતુ હોવાની આશંકા પણ આ ઘટના પરથી સેવાઈ રહી છે.અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર થી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતો તમાકુના જથ્થાને પોલીસે ઝડપી લીધો છે. ટેક્સની ચોરી કરવા માટે થઈને ઈનવોઈસ બીલમાં છેડછાડ કરીને તેમજ ઈ-વે બીલ રાખ્યા વિના જ તમાકુની હેરફેર કરવામાં આવી રહી હતી. મોડાસા LCB ની ટીમે ટ્રક અને તેના ચાલકની અટકાયત કરીને કાર્યવાહી કરી હતી. આ સાથે તમાકુ અને ગુટખા સહિતની ચીજોમાં મોટા પાયે ટેક્સ ચોરીનો રેકેટ ચાલતુ હોવાની આશંકા પણ આ ઘટના પરથી સેવાઈ રહી છે.
બીજી તરફ નેશનલ હાઈવે પર જીએસટીની ટીમો દ્વારા અવારનવાર વાહનો રોકીને કાર્યવાહી કરાતી હોવાનો દેખાડો કરે છે. આમ છતાં રાજ્યમાં આવી રીતે ઈ-વે બીલ વિનાના વાહનો મોટા પ્રમાણમાં ઘૂસી આવીને ટેક્સની ચોરી કરતા હોય છે. પરંતુ અરવલ્લી એલસીબીની ટીમને શંકાસ્પદ વાહન લાગતા તેની ચકાસણી કરતા તેમાંથી તમાકુનો જથ્થો મળી આવ્યો હતો.સરહદી જિલ્લો હોવાને લઈ અરવલ્લી પોલીસ સતત સતર્ક રહે છે. અહીંથી પસાર થનારા મોટા ભાગના વાહનો પર પોલીસની નજર બાજ રહેતી હોય છે. પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોની ચકાસણી કરવામાં આવતી હોય છે. જે દરમિયાન મોટા પ્રમાણમાં દારુનો જથ્થો પણ પોલીસને મળી આવતો હોય છે. આવી જ રીતે એક શંકાસ્પદ ટ્રક કન્ટેનર નજરમાં આવતા એલસીબીની ટીમે તેને રોકીને મોડાસા રુલર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યુ હતુ.