રાજ્યના યુવાધનને નશાના માર્ગે ધકેલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે, મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના જામનગર શહેરમાંથી નશાયુક્ત સીરપ બાદ હવે નશાકારક ચોકલેટનો જથ્થો મળી આવતા ખળભળાટ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારોમાં એસસઓજીને ચેકિંગ દરમિયાન પાન મસાલાની દુકાનમાંથી નશાકારક ચોકલેટ મળી હતી. ચોકલેટ સપ્લાયરના રહેણાંક મકાનમાંથી 21 હજાર 805 નંગ ચોકલેટનો જથ્થો મળ્યો.
ચોકલેટના જથ્થાની કુલ અંદાજિત કિંમત 35 હજાર રૂપિયા થાય છે. આ નશાકારક ચોકલેટમાં કયા પદાર્થોને છે તે તપાસવા માટે તેને એફએસએલમાં મોકલવાની કામગીરી કરવામાં આવી છે.
ગાંજા જેવા નશાકારક પદાર્થોના વેચાણ પર તવાઈ બાદ નશાકારક ચોકલેટનું વેચાણ શરૂ થયું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. આમ એફએસએલ રિપોર્ટના આધારે નશા માટે ક્યુ કન્ટેન્ટ વાપરવામાં આવ્યું છે તેના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે.