અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા જમાલપુર વોર્ડ ખાતે ફૂલ બજાર પાસે સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ અપાયો: ગુજરાતમાં ઠેર ઠેર સફાઈ ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરાયો

Spread the love

અમદાવાદ શહેરને સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ સાથે હાથ ધરવામાં આવેલા ૬૦ દિવસના સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન દ્વારા જમાલપુર વોર્ડ ખાતે ફૂલ બજાર અને પાછળનો ખુલ્લો પ્લોટ તથા સોમનાથ ભૂદરના આરા પાસે સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ પણ જોડાયો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા ધાર્મિક સ્થાનો, AMTS અને BRTSનાં બસ ટર્મિનસો અને બસ સ્ટેશનો તથા મેટ્રો સ્ટેશનો અને રેલ્વે ટર્મિનસો, રેલ્વે સ્ટેશનોની આજ રોજ શાળાના બાળકો દ્વારા હાથ ધરવામાં આવેલ સફાઈ ઝુંબેશ

આજની સફાઈ ઝુંબેશમાં હાજર રહેલા લોકો દ્વારા કુલ 83.88 મેટ્રીક ટન કચરાનું કલેકશન કરી તેનો આખરી નિકાલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વચ્છતા અભિયાન હેઠળ આયોજન કરવામાં આવેલ 60 દિવસના સફાઈ ઝુંબેશ કાર્યક્રમોમાં આજનાં વિશેષ કામગીરીમાં શહેરમાં આવેલા ધાર્મિક સ્થાનો અને તેની સાથે સાથે AMTS અને BRTS નાં બસ ટર્મિનસો અને બસ સ્ટેશનો તથા મેટ્રો સ્ટેશનો અને રેલ્વે ટર્મિનસો, રેલ્વે સ્ટેશનોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.વિવિધ વિસ્તારો જેવા કે, મદ્રાસી મંદિર, ચેહરમાતા મંદીર, ગીતાજંલી રોડ, મહાપ્રભુજીની બેઠકની અંદરનું મેદાન, કુબેરેશ્વર મહાદેવ મંદિર, મેમ્કો, સૈજપુર, હેમુકાલાની સ્ટેચ્યુ, મુકેશ રાઠોડ સ્ટેચ્યુ, મહાકાલેશ્વર મંદિર, રામજી મંદિર, ચામુંડા મંદિર રોડ, વિક્ર્મેશ્વ્ર મહાદેવ મંદિર, બહુચરમાતા મંદીર, પંડીત દીન દયાળ ગાર્ડન, લાલબાહદુર શાસ્ત્રી કારીયા, અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણા મંદીર પાસે, નીલકંઠ મહાદેવ મંદિર, શનિદેવ મંદિર, રાજ રેસ્ટોરન્ટ પ્લોટ, ખોડીયાર માતા મંદિર, દરિયાપુર દરવાજા, સ્વામિનારાયણ મંદિર, કાલુપુર, શ્રી જગન્નાથ મંદિર, જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આજની સફાઈ ઝુંબેશમાં હાજર રહેલા લોકોએ કુલ 11354.5 ક્લાકનું શ્રમદાન કરેલ હતું અને 83.88 મેટ્રીક ટન કચરાનું કલેકશન કરી આખરી નિકાલ કરવામાં આવ્યો હતો.આજના આ સફાઈ ઝુંબેશમાં નાગરીકોની સાથે સાથે શાળાના બાળકો અને NSSના વિધાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

માનવ ઉત્થાન સેવા સમિતિ અમદાવાદ દ્વારા ગિરધરનગર આશ્રમ આસપાસનાં વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

વડાપ્રધાન શ્રીના ‘ સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત માનવ ઉત્થાન સેવા સમિતિ અમદાવાદ દ્વારા લોકપ્રિય સમાજ સેવક શ્રી સતપાલજી મહારાજની પ્રેરણાથી ગિરધરનગર આશ્રમ આસપાસનાં વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન કરવામાં હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અમદાવાદ શાખાના પ્રભારી મહાત્મા શ્રી આધીનાં બાઈજીની દેખરેખ અંતર્ગત સેવાદળ અને યુવાદળ દ્વારા આ વિસ્તારોમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અતંર્ગત વિરમગામના મુનસર લેક ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

‘સ્વચ્છતા હી સેવા’ કેમ્પિયન અતંર્ગત આજ રોજ વિરમગામ નાગરપાલિકાના પદાધિકારી, અધિકારીગણ, કર્મચારીગણ દ્વારા મુનસર લેક અને તેની આસપાસના વિસ્તારમા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશ અંતર્ગત ૦.૯૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, વિરમગામ શહેરના તમામ વોર્ડમાં(વોર્ડ ૧ થી વોર્ડ ૯માં)સફાઈ અભિયાન અંતર્ગત કુલ ૩.૬૭ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

સાબરમતી રિવરફ્રન્ટની ટીમ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાઈ

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજ રોજ સાબરમતી રિવરફ્રન્ટની ટીમ દ્વારા ઉસ્માનપુરા ગાર્ડનથી વિદ્યાપીઠ થઈ વિક્રમ સારાભાઈની પ્રતિમા સુધી સાફ – સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાન થકી સૌ નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

અમદાવાદ ખાતે ‘સ્વચ્છતા હિ સેવા’ અભિયાન અંતર્ગત કુબેરનગર વોર્ડ ખાતે યોજાયેલ સફાઈ અભિયાનમાં સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સ્વચ્છતાનો સંદેશ આપી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લેતા બાળકો

મ્યુનિ. સંચાલિત બહેરામપુરા શાળાના બાળકોએ રેલી યોજી પ્લેકાર્ડ દર્શાવી નજીકના વસાહતીઓને સ્વચ્છતાની સમજ આપી

બાળકોએ વસાહતના લોકો સાથે સંવાદ સાધી સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા પ્રયાસ કર્યો

સ્વચ્છતાને જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાને સંદર્ભે વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે.ત્યારે આ અભિયાનમાં હવે શાળાના બાળકો પણ હોંશે હોંશે જોડાઈ રહ્યા છે અને સ્વચ્છતા મુદ્દે જનજાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત બહેરામપુરા ગુજરાતી શાળા નં.9 ના વિદ્યાર્થીઓ દ્વારા નજીકની વસાહતમાં જઈને રેલી યોજી પ્લેકાર્ડ દર્શાવી સ્વચ્છતાની સમજ આપી હતી.વાત જાણે એમ છે કે, શહેરના શાહઆલમ વિસ્તારમાં સ્વામિનારાયણ કોલેજ નજીક વસાહતમાં રહેતા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા વિદ્યાર્થીઓ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો.બહેરામપુરા શાળાના વિધાર્થીઓએ આ વસાહતમાં જઈ રેલી યોજી પ્લેકાર્ડ દર્શાવી વસાહતીઓને સ્વચ્છતાની સમજ આપી હતી.આ ઉપરાંત વિધાર્થીઓએ ત્યાંના સ્થાનિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો અને સ્વચ્છતા મુદ્દે માહિતગાર કર્યા હતા.સ્વચ્છતા ત્યાં પ્રભુતા’, ‘સ્વચ્છતા ત્યાં સુંદરતા’ જેવા સૂત્રોના લખાણ વાળા પ્લેકાર્ડ સાથે વિદ્યાર્થીઓએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી આ અપીલ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

અમદાવાદની આર.બી.પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ સફાઈ ઝુંબેશમાં જોડાયા

સાણંદ એસ.ટી.બસ સ્ટેશનની સફાઈ કરી વિદ્યાર્થીઓએ મુસાફરોને જાગૃત કર્યા

સ્વચ્છતાને જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પનું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠ સપ્તાહ સુધી સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે.ત્યારે તારીખ ૧૬ ઓક્ટોબર ૨૦૨૩, સોમવારના રોજ અમદાવાદની આર.બી.પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ સાણંદ નગરના બસ સ્ટેશનની સામુહિક સફાઈ કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ હાજર મુસાફરોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. આજના કાર્યક્રમમાં સાણંદ એસટી ડેપોના મેનેજર શ્રી એચ.એચ.સોલંકી, કોલેજના પ્રોફેસર શ્રી નરેન્દ્ર ગુલાની, શ્રી મુકેશ વાઘેલા તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.

સ્વચ્છતા હી સેવા’ અતંર્ગત માંડલ તાલુકાના ગામડાઓમાં બસ સ્ટેન્ડ આજુ બાજુના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત માંડલ તાલુકાના ગામડાઓના બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.આ સ્વચ્છતા કાર્યક્રમમાં માંડલ તાલુકા નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, વિવિધ ગામના સરપંચ અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.’સ્વચ્છતા હી સેવા’ અતંર્ગત માંડલ તાલુકાના ગામડાઓમાં બસ સ્ટેન્ડ આજુ બાજુના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું’સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત માંડલ તાલુકાના ગામડાઓના બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ સ્વચ્છતા કાર્યક્રમમાં માંડલ તાલુકા નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, વિવિધ ગામના સરપંચ અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત બાવળા તાલુકાના વિવિધ ગામોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

બાવળા તાલુકા બસ સ્ટેન્ડ તથા રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ બાવળા તાલુકાના વિવિધ ગામો તથા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં શ્રમ કામદારો તથા વિવિધ શાખાના અધિકારીશ્રીઓ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં તાલુકાના કુલ ૪૮ જેટલા બસ સ્ટેશનની સફાઈ હાથ ધરાઇ હતી. આ સફાઈ ઝુંબેશમાં માનનીય તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સિધ્ધરાજસિંહ સોઢા, કારોબારી ચેરમેન શ્રી વાસુદેવભાઈ ડાભી તથા તાલુકા વિકાસ અધિકારી અને અન્ય લાઈન ડિપાર્ટમેન્ટ ના કર્મચારી તેમજ ગામના આગેવાનોની હાજરીમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી.

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ધોળકાના વૌઠા ગ્રામ્ય વિસ્તાર તથા નદી કિનારે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ધોળકાના વૌઠા ગ્રામ્ય વિસ્તાર તથા નદી કિનારે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં નદીમાંથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ધોળકા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં મ્યુઝીયમ, હેરિટેજ બિલ્ડીંગ, પુરાતત્ત્વીય સાઈટ તેમજ મહાપુરુષોની પ્રતિમા જેવા સ્થળોએ પણ સફાઈ હાથ ધરાઈ હતી.

આ સફાઈ અભિયાનમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી રોનક પટેલ, પ્રાંત અધિકારી શ્રી સી.પી.સુથાર, મામલતદાર શ્રી પ્રીતિ એમ. પટેલ, વિવિધ ગામના સરપંચ, તલાટી તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com