ગુજરાતમાં મંત્રી નિવાસ સ્થાન પર અમિત શાહની મહત્વની બેઠક યોજાઇ છે. જેમાં ભાજપના ટોચના નેતાઓની ગઈકાલે મોડી રાત્રે બેઠક મળી હતી. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.
અમિત શાહની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા. તેમજ લોકસભા ચૂંટણીની તૈયારીઓ, બોર્ડ નિગમ અંગે ચર્ચાની શક્યતા છે. જેમાં મોડી રાતે મંત્રી નિવાસસ્થાનમાં અમિત શાહની મહત્વની બેઠક થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમાં ભાજપના ટોચના નેતાઓની ગઈકાલે મોડી રાત્રે બેઠક મળી હતી. ગુજરાત ભાજપના સંગઠન બદલ અથવા ખાલી જગ્યા ભરવા, લોકસભા ચૂંટણી તૈયારીઓ અને બોર્ડ નિગમ અંગે ચર્ચા થયાની શક્યતા જણાઇ રહી છે.
ગાંધીનગરમા ગરબાની રમઝટ વચ્ચે ગત મોડી રાત્રે ગુજરાત ભાજપના સંગઠન અને સરકારના બદલાવને લઈને મહત્વની બેઠક મળી હતી. લગભગ બે કલાક માટે નકકી થયેલી આ બેઠક સવારે પાંચ કલાકે પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત આગામી એક-બે દિવસમાં દિલ્હીથી કરવામાં આવશે ત્યારે ખરી વિગતો બહાર આવશે. લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. તો બીજીબાજુ બોર્ડ નિગમમાં નિમણૂક અને સંગઠનના બદલાવની ચર્ચા વચ્ચે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સી.આર.પાટીલ, મનસુખ માંડવીયા અને હર્ષ સંઘવીના નિવાસસ્થાન પર બેઠક મળી હતી.
નવરાત્રીની પ્રથમ નોરતે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ આયોજિત કેસરિયા ગરબામાં આ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ગરબામા હાજરી આપ્યા બાદ બેઠક મળી હતી. આ બેઠક રાજકીય રીતે ખૂબ મહત્વની માનવામાં આવે છે. સંગઠન અને સરકારમાં બદલાવને લઈને કેટલાક મહત્વના નિર્ણયો પર મંજૂરીની મહોર મારવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે. રવિવારે રાત્રે 12:30 વાગે શરૂ થયેલી આ બેઠક સવારે પાંચ વાગ્યા સુધી ચાલી હોવાનુ સૂત્રો જણાવે છે.