આ બજાર દક્ષિણ દિલ્હીમાં નેહરુ પ્લેસના નામથી પ્રખ્યાત છે, જે તેની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ માટે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે. આ માર્કેટમાં તમને કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર, લેપટોપ, પ્રિન્ટર, મોબાઈલ ફોન અને અન્ય ઉપકરણો સહિત ઈલેક્ટ્રોનિક સામાન વાઈડ રેન્જમાં મળશે.
તમને જણાવી દઈએ કે તમારે આ વાતોનું ધ્યાન રાખવું જ જોઈએ, કારણ કે અહીં તમને સેકન્ડ હેન્ડ સામાનની સેંકડો દુકાનો જોવા મળશે.આવી સ્થિતિમાં, કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા, બજારમાં વિવિધ સ્થળોએથી તેના ભાવ જાણી લો.
તમારી સાથે કોઈ એવી વ્યક્તિને લઈ જાવ, જેને ગેજેટ્સ અને ટેક્નોલોજીની સમજ હોય. જે સેકન્ડ હેન્ડ અથવા નવું ઉપકરણ ખરીદતા પહેલા તેને સારી રીતે ચેક કરી જુએ. લેપટોપ ખરીદતા પહેલા, તેને સ્ટાર્ટ કરી જુએ.
જો આ માર્કેટમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓની કિંમત વિશે વાત કરીએ તો આ માર્કેટમાં તમને નવી અને જૂની બંને વસ્તુઓ મળશે. અહીં તમને 4000 રૂપિયામાં સેકન્ડ હેન્ડ લેપટોપ અને 2000 રૂપિયાથી સ્માર્ટ ફોન મળી રહેશે.
નેહરુ પ્લેસ માર્કેટ સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ સમય દરમિયાન લોકો મોટા પ્રમાણમાં ગેજેટ્સ ખરીદે છે. નેહરુ પ્લેસ માર્કેટનું સૌથી નજીકનું મેટ્રો સ્ટેશન નેહરુ પ્લેસ છે.