ડેટિંગ એપ બંબલ નવા નવા ફ્રેન્ડ કરવા માટે છે તેમાં અજાણ્યા લોકો એકબીજાના મિત્રો બની જતાં હોય છે પરંતુ હંમેશા ફ્રેન્ડશીપ જ થાય તેવું ક્યારેક કંગાળ થવાનો પણ વારો આવે અને આ વાતની સાબિતી આપતી એક ઘટના દિલ્હીમાં બની છે.
દિલ્હીના લક્ષ્મીનગર એરિયામાં ડેટિંગ એપ બમ્બલ પર એક યુવકને એક યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી હતી. યુવાનને હજુ ફ્રેન્ડશીપનો એક દિવસ પણ પૂરો કર્યો નહોતો તેમાં તેને 8 લાખથી વધુની ચપત લાગી ગઈ અને અધુરામાં પૂરુ 3 દિવસ બેભાન રહેવાનો વારો આવ્યો. ડેટિંગ એપવાળી ફ્રેન્ડશીપે યુવાનને દારુ પીવડાવીને તેના ઘેર જઈને આઠ લાખ રુપિયા પડાવી લીધા હતા.
પીડિત યુવાન લક્ષ્મી નગરના ગુરુ રામદાસ નગરમાં ભાડેથી રહે છે. 10 ઓક્ટોબરના રોજ તેણે ગુરુગ્રામની રહેવાસી પાયલ શર્મા નામની યુવતી સાથે બમ્બલ એપ પર મિત્રતા કરી હતી. બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. યુવાનને તો એમ હતું કે તેને એક સારી ફ્રેન્ડ મળી ગઈ છે પરંતુ તેને ખબર નહોતી કે તેની આ સારી ફ્રેન્ડ જ ખરાબ બનીને તેને કંગાળ કરી મૂકશે.
બીજા દિવસે, 11 ઓક્ટોબરે, યુવતીએ યુવકને મેસેજ કર્યો હતો કે તે મંડી હાઉસ આવી છે અને તે તેની સાથે ફરવા માંગે છે. યુવકે રાત્રે ફરવાની ના પાડી દીધી હતી. આ પછી યુવતીએ સાથે મળીને દારૂ પીવાની વાત કરી હતી. દારુની વાત આવતાં યુવાન તૈયાર થઈ ગયો અને તેણે યુવતીને તેના ઘેર આવવાનું કહ્યું. યુવતીને તો આ જ જોઈતું હતું. તે ઘેર ગઈ હતી. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત થઈ હતી. યુવતીએ તેને એક પેગ બનાવ્યો હતો. તેને રસોડામાં જઈને દારુમાં નશીલું પીણું ભેળવીને પીવા આવતાં યુવાન પી ગયો અને પીધા બાદ તે બેભાન થઈ ગયો હતો.
3 દિવસ બાદ જ્યારે યુવાન ભાનમાં આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની સાથે બહુ મોટો મોટો ફ્રોડ થયો છે. તેણે જોયું કે ફોન, એટીએમ અને ક્રેડિટ કાર્ડ સહિતની ઘણી વસ્તુઓ ગાયબ છે. જ્યારે તેણે ઈ-મેઈલ ચેક કર્યો તો ખબર પડી કે તેના ખાતામાંથી 8 લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા છે. ડેટિંગવાળી છોકરીએ આખી ગેંગ દ્વારા યુવાનના ખાતામાં 8 લાખ લઈ ગઈ હોવાની પોલીસને શંકા છે. હાલમાં પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરુ કરી છે.