કલોલમાં સ્પાની આડમાં દેહ વિક્રયનો કારોબાર, મહિલા સહિત ચાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

Spread the love

કલોલ શહેરમાં સ્પાની આડમાં છેલ્લા ઘણા વખતથી ધમધમતા દેહ વિક્રયનાં કારોબાર પર પોલીસે ત્રાટકીને મહિલા સહિત ચાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલોલ શહેર પોલીસ મથકની હદમાં, કલોલ, બનાસકાંઠા, બંગાળ, દસક્રોઈ સહીતના શહેરોમાંથી રૂપલલનાને બોલાવીને સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. જેમાં એક ત્યક્તા મહિલા પ્રેમી સાથે મળીને સ્પાની આડમાં દેહ વિક્રયનો કારોબાર ચલાવતી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે.

કલોલ શહેરી વિસ્તારમાં સીટી મોલ – 2, શુકન એવન્યુ તેમજ પંચરત્ન કોમ્પલેક્ષમાં આવેલા સ્પાની આડમાં દેહ વિક્રયનો કારોબાર ધમધમતો હોવાની વ્યાપક બૂમરાણ ઉઠી હતી. જેનાં પગલે રેન્જ આઈજી વીરેંદ્રસિંહ યાદવ અને પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીની સૂચનાથી કલોલ નાયબ પોલીસ અધિક્ષક પી ડી મનવર દ્વારા કલોલ સીટી પીઆઈ આર આર પરમારને આયોજન પૂર્વક રેડ કરવાની સૂચનાઓ આપવામાં આવેલી હતી. જે અન્વયે પોલીસ કેટલાક દિવસથી સીટી મૉલ – 2, નવજીવનમીલ કંમ્પાઉન્ડ દુકાન નં-10 માં તનીશા રોયલ સ્પા, સિંદબાદ બ્રીજ પાસે આવેલ શુકન એવન્યુમાં પ્રથમ માળે આવેલ દુકાન નં-115 માં રેડ ડાયમન્ડ સ્પા તેમજ વેપારીજીન માર્કેટમાં આવેલ પંચરત્ન કોમ્પલેક્ષ ત્રીજા માળે દુકાન નં-307 માં ડેવિંગસિ સ્પામાં ચાલતી ગતિવિધિઓ ઉપર બાઝ નજર રાખીને બેસી હતી.

આ દરમિયાન ત્રણેય સ્પામાં બહારથી રૂપ લલનાઓ બોલાવીને કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાનું ચોક્ક્સ થઈ ગયું હતું. જેનાં પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ઉક્ત ત્રણેય સ્પામાં ડમી ગ્રાહક મોકલી આપી દેહ વિક્રયનાં ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્રણેય સ્પામાં સુરત, બંગાળ સહિતના શહેરોમાંથી સાત રૂપલલના બોલાવીને દેહ વિક્રયનો ધંધો ચલાવતા ફકરૂદ્દીન ઇબ્રાહીમભાઇ સૈયદ, મનિષાબેન હિરાલાલ સોલંકી, આકાશ રાઠોડ તેમજ વિજય નટવરભાઇ વાઘેલા (રહે-શ્યામ હાઇટ્સ ફ્લેટ મટવા બ્રીજ ઉતરતા રેલ્વે પુર્વ કલોલ) ની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સિંદબાદ બ્રીજ પાસે આવેલ શુકન એવન્યુમાં પ્રથમ માળે આવેલ દુકાન નં-115, માસિક રૂ. 20 હજારના ભાડે રાખીને વિજય વાઘેલા “રેડ ડાયમન્ડ સ્પા”ની આડમાં દસક્રોઈ અને ડુંગરપુરની 21 – 30 વર્ષની રૂપલલના થકી દેહ વ્યાપાર ચલાવતો હતો. એજ રીતે વેપારીજીન માર્કેટમાં આવેલ પંચરત્ન કોમ્પલેક્ષ ત્રીજા માળે દુકાન નં-307, માસિક 5 હજારના ભાડે રાખીને અંદર એલ્યુમિનિયમ સેકશનનાં પાર્ટીશન મારી રૂમ તૈયાર કરી મનીષા સોલંકી અને આકાશ નરેશભાઈ રાઠોડ “ડેવિંગસિ સ્પા” ની આડમાં બે રૂપ લલના થકી દેહ વિક્રયનો ધંધો કરતા હતા. અહીંથી મળી આવેલ એક 28 વર્ષની મૂળ કચ્છની રૂપલલના હાલમાં કલોલમાં જ રહે છે. જ્યારે અન્ય એક 25 વર્ષની રૂપલલના અમદાવાદના નોબલ નગરની છે. મનીષાનાં છૂટાછેડા થઈ ગયા છે અને પ્રેમી આકાશ સાથે મળીને ઉક્ત સ્થળે કૂટણખાનું ચલાવતી હતી.

જ્યારે સીટી મોલ – 2, નવ જીવન કમ્પાઉન્ડ દુકાન નં-10 માં “તનીશા રોયલ સ્પા” ની આડમાં ફકરૂદ્દીન ઇબ્રાહીમભાઇ સૈયદ કૂટણખાનું ચલાવતો હતો. અહીંથી પણ રૂપલલનાઓ મળી આવી હતી. જે પૈકી એક રૂપલલના બંગાળની વતની હોવાનું જણાવી તેના પતિએ જ દેહ વિક્રયનાં ધંધામાં ધકેલી હોવાની કબૂલાત કરી હતી. ઉપરોક્ત ત્રણેય સ્પામાંથી અલગ અલગ બ્રાન્ડના કોન્ડોમનાં પેકેટ પણ મળી આવ્યાં હતા. આ દેહ વિક્રયનાં ધંધા માટે રૂપલલનાઓને અડધી રકમ ચુકવવામાં આવતી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં કલોલ શહેર પોલીસે કૂટણખાનું ચલાવતી મહિલા સહિત ચાર ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com