કાર્યકરોથી ભાજપ વટવૃક્ષ બન્યું છે, કાર્યકરોની દરેક સમસ્યા કમલમ ખાતે દરેક મંત્રીને સાંભળવી પડશે : સીઆર પાટિલ

Spread the love

ગુજરાતમાં ૨૫ વર્ષથી એકહથ્થુ શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે મહિલા મોરચો અને અનેક મહિલાઓ ભાજપમાં જોડાઈ હતી. આનંદીબેન પટેલના ગયા પછી મહિલા મોરચો હાલ જોઈએ તેવો જોમ નથી અને સંગઠન પણ ખાડે ગયું છે ત્યારે સંગઠનના તમામ પાસાઓ, ઝીણવટભરી રીતે સીઆર પાટીલ ચકાસી રહ્યાં છે. ૩૦ થી ૪૦ વર્ષથી પક્ષમાં રહીને સેવા કરતાં કાર્યકરો હવે થાકી ગયા હોય અને પોતાના કામ ન થતા હોવાનો વસવસો વર્ષોથી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે કરે પણ શું? હવે નવા પ્રદેશ પ્રમુખ બદલાતા અને તેમની જે કામની વ્યુહરચના જોતા નાના કાર્યકરોમાં જોમ લાવવા અનેક પ્રશ્નો આદરી દીધા છે, ત્યારે હવે કાર્યકરો વટવૃક્ષ છે તેની કોઈ મૂલ્ય ન હોય તેવું ખુદ સીઆર પાટીલના શબ્દો છે, ત્યારે જેવી પ્રદેશ પ્રમુખની વરણી બાદ સંગઠનના માહિર એવા સીઆર પાટીલના પોતે ઉચ્ચ કક્ષાએ ચેરમેનોની વરણી અને દરેક કાર્યકરોના કામ ન થયા હોય તો તેના પ્રશ્નો દરેક મંત્રી કમલમ ખાતે દર અઠવાડિયે સાંભળવા પડશે. ત્યારે ૨૫ વર્ષના ઈતિહાસમાં કાર્યકરોને હવે સોનાનો સૂરજ ઉગશે ત્યારે સીઆર પાટીલે પરફોર્મન્સ રિપોર્ટ કાર્યકરોનો મેળવીને તમામ તાગ મેળવી લીધો છે. હવે કાર્યકરોમાં પ્રાણ પૂરવા અને ભાજપમાં જોવા કાર્યકરોની એન્ટ્રી થાય તે માટે ભાજપમાં કામ થાય છે. તેવા સમીકરણો ઊભા કરવા તત્પર બન્યા છે.

રાજ્યમાં ૪ વર્ષથી સંગઠન નબળું પડ્યું છે. મોટાભાગના નગરસેવકો કોન્ટ્રાક્ટર બની ગયા છે. મહિલાઓ જે ભાજપમાં જોડાઈ હતી. તે હાલ ક્યાંય દેખાતી નથી જે પણ કાર્યક્રમો થાય છે તેમાં જૂજ સંખ્યા રહેતા હોવાની પણ નોંધ લેવામાં આવી છે. મોટાભાગના શહેર હોદ્દેદારો સંગઠન કરતાં કોન્ટ્રાક્ટના કામમાં વધારે રસ રહેતા હોવાની પણ અનેક ફરિયાદો મળવા પામતા હવે કાર્યકરોનો ઉત્સાહ જળવાઈ તે જરૂરી છે. ત્યારે તેનો જોર રસ્તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાઢ્યો છે જેમાં હવે રાજ્યકક્ષાના મંત્રીઓને અઠવાડિયામાં ૨ દિવસ કમલમ બેસવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં જ હવે સરકારના રાજ્યકક્ષાના મંત્રીઓને પાર્ટી કાર્યાલય બેસાડવાનું આયોજનબીજેપી કરી રહ્યું છે. અઠવાડિયાના સોમવાર અને મંગળવારે એક વિભાગમાં મંત્રીઓને કમલમ બોલાવવામાં આવશે અને કાર્યકર્તાઓના પ્રશ્નોના સમાધાન કરવાનું રહેશે. છેલ્લા ઘણા સમયથી સરકારથી અને સંગઠન થી નારાજ છે. કારણો અનેક છે. છેલ્લા ઘણા સમયથી કોંગી નેતાઓ ભાજપમાં આવે છે અને મંત્રી બની જાય છે અને મૂળ કાર્યકર્તાઓને ખુરસી સાફ કરીને દરવાજે ઉભા રહેવાનું જ થતું હોવાનો અહેસાસ કરી રહ્યા હતા. ઘણા એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે કાર્યકર્તાઓને કામ થતા નથી. ચૂંટણી સમયે પેઇઝ પ્રમુખ સુધી નિમણુંક કરી દેવામાં આવે છે પરંતુ ચૂંટણી બાદ પોતાના વિસ્તારના નાના મોટા કામો લઈ લોકો તેમની પાસે જાય છે. જ્યારે એ કાર્યકર્તાઓ પોતાના કામ લઈને સરકાર માં જાય છે તો ઘણી વખત વીલા મોઢે પરત ફરવું પ ડે છે. ઘણી વખત તો મંત્રીઓ પોતાની પાર્ટીના જ કાર્યકર્તાઓને સમય પણ આપતા નથી. અને ધરમ ધક્કો પડે છે તેને લઈને અનેક સમસ્યા ઉદભવે છે અને મતદારોની ઠપકા સાંભળવા પડે છે. જેને લઈને ભાજપ જનાધાર પણ ગુમાવી રહ્યું છે તો કાર્યક્રમ પણ નારાજ થઈ રહ્યા છે. જો મંત્રી અહીં બોલવાનું ચાલુ કરશે તો ત્વરિત કાર્યકર્તાના કામનો ઉકેલ આવશે. સાથે સચિવાલય માં પણ બેસી નહીં રહેવું પડે અને કેટલા મંત્રીઓ જે કાર્યકર્તાઓને સમય નથી આપતા તેને પણ સાંભળવા ફરજીયાત થશે.

જેને લઈને હવે આયોજન કરવામાં આવ્યું છે અને સંગઠને સરકારના મંત્રીઓને પણ સૂચના આપી દીધી. હોવાની ચર્ચા ચાલી રહી છે તો કોણ ક્યારે પોતાના વિભાગ રાજ્ય કક્ષાના મંત્રીઓના કાર્યાલય મોકલો તેમાં પણ આયોજન પણ નજીકના ભવિષ્યમાં કરી દેવા સૂચના આપવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com