રાજસ્થાનમાં વિધાનસભા ચુંટણીમાં હવે ઉમેદવારોના નામોની યાદી જાહેર થવા લાગી છે અને થોડા દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તે વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોટે ફરી એક વખત દાવો કર્યો કે તેઓ મુખ્યમંત્રી પદ છોડવા જ ઈચ્છે છે પણ આ પદ તેમને છોડતુ નથી અને તે મને છોડશે જ નહી.શ્રી ગેહલોટે કહ્યું કે કોને કયાં ટિકીટ આપવી એ મોવડીમંડળે જ નકકી કર્યુ છે એ એક પણ બેઠક માટે માંગણી ઉંચી કરી નથી.
તેઓએ કહ્યું કે અમો તમામ મતભેદો ભુલાવી ચૂકયા છીએ. સચીન પાઈલોટના તમામે મને ટિકીટ આપી છે હવે જીતવાની જવાબદારી તેની છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ પુર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનો ઉલ્લેખ કરતા કહ્યું કે મારે કારણે તેમને ‘સજા’ મળવી જોઈએ તેથી તેણે રાજયમાં મારી સરકાર ઉથલવા દીધી ન હતી. સરકારનું પતન લાવવાની કોશીશનું તેઓએ સમર્થન કર્યુ ન હતું.