અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ આજ રોજ મળેલ સ્ટાફ સીલેકશન કમિટીમાં કરેલ રજુઆત બાબતે અખબારી યાદીમાં જણાવે છે કે… આજ રોજ મળેલ સ્ટાફ સીલેકશન એન્ડ એપોઇન્ટમેન્ટ કમિટીમાં ઝુ સુપ્રીટેન્ડન્ટની ૧ જગ્યા, એડી. સીટી ઇજનેર (સીવીલ)ની ૩ જગ્યા તથા એડી. ચીફ ઇજનેર (લાઇટ )ની ૧ જગ્યા માટે નિમણુંક કરવા બાબતના કામો હતાં આ તમામ જગ્યાઓ પૈકી ઝુ સુપ્રીટેન્ડન્ટની ૧ જગ્યા માટે કુલ ૩૭ ઉમેદવારો એડી. સીટી ઇજનેર (સીવીલ)ની ૩ જગ્યા માટે કુલ ૬૧ ઉમેદવારો એડી. ચીફ ઇજનેર (લાઇટ )ની ૧ જગ્યા માટે કુલ ૨૬ ઉમેદવારો હતાં તે તમામ ઉમેદવારોના માત્ર મૌખિક ઇન્ટરવ્યુ લઇને સીલેકશન કરવામાં આવેલ છે આ તમામ જગ્યાઓ કલાસ ૧ અધિકારી તરીકેની છે.
અમદાવાદ મ્યુ.કોર્પો. દ્વારા હાલ કલાસ ૨ અને ૩ ની જગ્યાઓ માટે જેમ લેખિત પરીક્ષા લઇને મેરીટ મુજબ નિમણુંક આપવામાં આવે છે ત્યારે કલાસ ૧ ના અધિકારીઓની કેમ નહી ? કલાસ ૧ ના અધિકારી કે જેઓ સક્ષમ અને અનુભવી હોવા જરૂરી નહી પરંતુ અનિવાર્ય પણ છે કારણ કે તેઓ દ્વારા લીધેલ વિવિધ નિર્ણયો, તેઓની કામ કરવાની સુઝબુઝ, વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે મેરીટ મુજબ જો નિમણુંક કરવામાં આવે તો સક્ષમ અધિકારી મળી રહે જેથી હવે પછી મ્યુ.કોર્પોની કલાસ ૧ થી માંડી ને કલાસ ૩ સુધીના તમામ પદો પર નિમણુંક કરતાં પહેલાં કલાસ ૨ અને ૩ ની જગ્યાઓ માટે જેમ લેખિત પરીક્ષા લઇને મેરીટ મુજબ નિમણુંક આપવામાં આવે છે તેવી જ રીતે કલાસ ૧ ના અધિકારીઓની નિમણુંક કરતાં પહેલાં લેખિત યોગ્ય પરીક્ષા લઇને મેરીટ મુજબ નિમણુંક આપવા નેતાશ્રી શહેઝાદ ખાન પઠાણ દ્વારા રજુઆત કરવામાં આવેલ હતી.