બનાસકાંઠા વિસ્તારના સામાજિક-રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાન, અગ્રણીઓને તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં વિધીવત રીતે જોડાયા

Spread the love

આગેવાનો લોભ, લાલચ અને ધનના બદલે સેવાની સાધના સ્વિકારી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે : શક્તિસિંહ

અમદાવાદ

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા સામાજિક તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાન, અગ્રણીઓને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના ખૂણે ખૂણેથી કોંગ્રેસમાં જોડાવા લોકો સક્રિય થઈ રહ્યા છે. ભૂતકાળમાં કોંગ્રેસના કાર્યકરો રહ્યા હોય કે અન્ય પાર્ટીમાં ગયા હોય એ પણ હવે જોડાઈ રહ્યા છે. ગુજરાતીઓની મુશ્કેલીમાં લોકો કોંગ્રેસ સાથે જોડાઈ મદદ કરે એ જરૂરી છે. આગેવાનો લોભ, લાલચ અને ધનના બદલે સેવાની સાધના સ્વિકારી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ખિસકોલી રેતમાં આળોટી સેતુમાં યોગદાન આપ્યું હતું એમ નાગરિકો પોતાનું યોગદાન આપે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્થાન નથી, ગુજરાતની પ્રજા સમજુ છે આ વખતે મતોનું વિભાજન નહી થાય અમે અહંકારી બની તમામ લોકસભા બેઠકો જીતવાનો દાવો નથી કરતા. વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચુંટણીમાં ગુજરાતના પરિણામો કોંગ્રેસ માટે ઉત્સાહ વર્ધક હશે. બનાસકાંઠાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ પૂર્વે મોટી સંખ્યામાં બનાસકાંઠા વિસ્તારના સહકારી, સામાજિક અને પૂર્વ પદાધિકારીઓ હોદ્દેદારશ્રીઓ-આગેવાનો અને અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી બળવંતભાઈ બારોટ, શ્રી મફાભાઈ કે. રબારી, શ્રી કાનાજી ઠાકોર, શ્રી કૈલાશદાન ગઢવી, શ્રી મહાદેવભાઈ સોલંકી, પૂર્વ તાલુકા પ્રમુખશ્રી પ્રભુજી રાજપૂત, વશરામભાઈ ગલચર, મગનભાઈ સોલંકી સહિત 70 થી વધુ અગ્રણીઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિ.મી. ની પદયાત્રા દ્વારા દેશને પ્રેમ, ભાઈચારા, સમાનતાના સિધ્ધાંતો થી દેશને જોડવા માટે મહાઅભિયાન કરેલ છે જે આજે પણ વિવિધ રીતે “હાથ સે હાથ જોડો” થી આગળ વધી રહ્યું છે. રાજીવ ગાંધી ભવન ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ, પૂર્વ સાંસદ અને બનાસકાંઠા જીલ્લાના પ્રદેશ પ્રભારી અલ્કાબેન ક્ષત્રિય, પ્રદેશ ઉપપ્રમુખ દિનેશ ગઢવી, પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મહામંત્રી ઝાકીર ચૌહાણની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં સામાજીક-રાજકીય આગેવાનોએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને પક્ષમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com