પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં મહેસાણામાં PM મોદીની સભાને લઈને તૈયારીઓ શરૂ થઇ છે. તેમાં 30 ઓક્ટોબરે PM મોદી મહેસાણા જશે. જેમાં 4700 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે.તથા મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને PM મોદી સંબોધશે.
30 ઓક્ટોબરના રોજ પીએમની સભાને લઈને તૈયારીઓ થઇ રહી છે. મહેસાણા ભાજપ દ્વારા પ્રેસ યોજી વિગત અપાઈ છે. ત્યારે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે વિગત આપી છે કે રૂપિયા 4700 કરોડ કરતા વધુના કામનું પીએમ મોદીના હસ્તે ખાત મુહૂર્ત અને લોકાપર્ણ થશે. તેમજ મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સંયુક્ત સભાને પીએમ મોદી સંબોધશે. મહેસાણા ભાજપ દ્વારા મોટી સંખ્યામાં લોકો સભા સ્થળ સુધી પહોંચે તે માટે આયોજન કરાયું છે.
એક અહેવાલ મુજબ 30 અને 31 તારીખે રાજ્યની મુલાકાતે આવશે. ઉત્તર ગુજરાતના ખેરાલુ વિધાનસભા વિવિધ લોકાર્પણના કામો સહિત સભા સંબોધન કરશે. 31 ઓક્ટોબર કેવડિયા ખાતે એકતા પરેડમાં પણ આપશે હાજરી. પીએમ મોદીની બે દિવસય મુલાકાતને લઈને ગુજરાત ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજા દિવસે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે, ઉલ્લેખનીય છે કે ટૂંકા અંતરે પીએમ મોદીનો આ બીજો ગુજરાત પ્રવાસ છે.