આરોપીઓ કનુજી,નરેશભાઇ ભીખાભાઇ શંકરભાઇ રાવત,સંદિપ,અંકિત ઉર્ફે કચ્ચુ,જગદીશ
અમદાવાદ
શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૩૧૦૦૬/૨૦૨૩ ઈ.પી.કો. કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૩૨, ૧૮૬, ૪૨૭ તથા જી.પી. એકટ કલમ-૧૩૫(૧) મુજબના ગુનાના ફરીયાદી સાગર સ/ઓફ જગદીશભાઇ પુરષોત્તમદાસ જાતે પીલુચીયા ઉ.વ.૩૪ રહે-મનં.૨૩/૨૭૫ જવાહરનગર, ટોરેન્ટ પાવર સામે, અમરાઇવાડી, અમદાવાદ શહેર. મુળ વતન ગામ.કોહડા તા.સિધ્ધપુર જી.પાટણ ની ફરિયાદના કામે હકીકત એવી છે કે, ગઈ કાલ તા.૨૫/૧૦/૨૦૨૩ ના રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે શાહીબાગ સિવિલ કોર્નર ટ્રાફીક પોલીસ ચોકીની નજીક રોડ ઉપર પોતાની ટીમના માણસો સાથે આવી અને ત્યાં રોડના ફુટપાથ ઉપર મહીમા ફ્રાય સેન્ટર તથા જય ગોગા ભાજીપાઉ સેન્ટર તેમજ અન્ય લારીઓ ખુલ્લી હોય વેપાર ધંધો કરતા લારીઓના માલીક કનુભાઇ કેશાજી ઠકોર તથા દિપાજી કેસાજી ઠાકોર તથા વિશાલ ઠાકોર તથા તેમની સાથેના માણસો અંકિત ઠાકોર તથા રવિ મોહનભાઇ રાઠોડ તથા જગદીશ ઝાલા તથા ચિરાગ ઝાલા તથા નરેશ રાવત તથા સંદીપ રાવતને લારીઓ હટાવવાનુ કહેતા લારીઓના હટાવી પોતાની સાથે ઝઘડો તકરાર કરી ઝપાઝપી કરી કનુભાઈ અને દિપાજી બંને જણા લારી ઉપર રહેલ નોન વેજ બનાવવા માટે વપરાતા લોખંડના સળીયા લઈ આવી કહેવા લગેલ કે “ આ લોકોને આજે અહીથી જીવતા જવા દેવા નથી” તેમ કહી તેમની પાસેના સળીયાથી સાહેદ રમ્યકુમાર વી ભટ્ટ સાહેબને કપાળના ભાગે તેમજ જમણી બાજુ લમણાના ભાગે તથા જમણા કાન નજીક માથાના પાછળના ભાગે મારી જીવલેણ કરી મારી નાખવાની કોશીશ કરેલ હોય તેમજ બીજા પાંચથી સાત અજાણ્યા ઇસમોએ પોતાની ટીમના સભ્યો સાથે મારામારી કરી ફેંટૉનો માર મારેલ હોય તેમજ કનુભાઇએ પોતાની ટી- શર્ટની કોલર ફાડી નાખવાથી તથા કાંડા ઘડીયાળ તુટી જવાથી આશરે રુ.૧૩૦૦/-નુ નુકશાન કરી પોતાની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી ગુનો દાખલ કરવામાં આવેલ. મે સંયુક્ત પોલીસ કમિશ્નર,સેક્ટર-૨, અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર ,ઝોન-૪, અમદાવાદ શહેરની સુચના અને માર્ગદર્શન હેઠળ ઝોન-૪ એલ.સી.બી. સ્ક્વોડના પો.સ.ઈ. ડી.ડી.રહેવર તથા તેમના સાથેના માણસો તેમજ શાહીબાગ સર્વેલન્સ સ્ક્વોડના માણસો સાથે રહી સંયુક્ત ઓપરેશન પુરૂ પાડી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) કનુજી સ/ઓ કેસાજી શકરાજી ઠાકોર ઉ.વ.૪૩ રહે. ચીમનલાલ ઘાંચીની ચાલી, જેઠાભાઇ ગાર્ડની સામે, જહાંગીરપુરા, અસારવા, અમદાવાદ શહેર (૨) નરેશભાઇ ભીખાભાઇ શંકરભાઇ રાવત ઉ.વ.૪૦ રહે. ખોડીયારમાતાની ચાલી, રામાપીરનો ટેકળો, નરસીનગર સોસાયટીની બાજુમાં, જુના વાડજ, અમદાવાદ શહેર મુળ વતન- ગામ મુલસણ લાઘણજ પોલીસ સ્ટેશન તા.જી.મહેસાણા (૩) સંદિપ સ/ઓ રાજેશભાઇ સુવાલાલ મરાઠી ઉ.વ.૩૨ રહે. કાન્તીલાલની ચાલી, સિવિલ હોસ્પિટલ ગેટ નં.પ સામે, જહાંગીરપુરા, અસારવા, અમદાવાદ શહેર (૪) અંકિત ઉર્ફે કચ્ચુ સ/ઓ રમેશભાઇ બેચરજી ઠાકોર ઉ.વ.૨૧ રહે. ખાડાવાળો વાસ, ચીમનલાલ ઘાંચીની ચાલી, જેઠાભાઇ ગાર્ડની સામે, જહાંગીરપુરા, અસારવા, અમદાવાદ શહેર મુળ વતન- ગામ પ્રભુપુરા ડભોડા ગામ તા.જી.ગાંધીનગર (૫) જગદીશ સ/ઓ ભરતસિંહ ચેલસિંહ ઝાલા ઉ.વ.૪૦ રહે. ખાડાવાળો વાસ, ચીમનલાલ ઘાંચીની ચાલી, જેઠાભાઇ ગાર્ડની સામે, જહાંગીરપુરા, અસારવા, અમદાવાદ શહેર મુળ વતન-ગામ જરાવત તા.જી.ખેડા તથા બીજા પાંચથી સાત અજાણ્યા ઈસમોને ટુંકજ સમયમાં હસ્તગત કરી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.