આ પોલીસ વાળાએ બેભાન થયેલાં સાપને જીવતો કરવાં CPR સીસ્ટમ અપનાવી,.. જુઓ વિડીયો.

Spread the love

સાપ કેટલો ખતરનાક જીવ છે, તે સૌ કોઈ જાણે છે, આ જીવ માણસની સામે આવે તો થરથર કાંપવા લાગે. ભલે તે ઝેરી હોય કે ન હોય. પણ તેને જોવા માત્રથી જ માણસ ગભરાઈ જાય છે. પણ શું તમે ક્યારેય સાંપનો જીવ બચાવતા કોઈ માણસને જોયો છે. હાલમાં જ એક પોલીસકર્મીએ કંઈક આવું જ કર્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ તેમની બહાદુરીના વખાણ કરી રહ્યા છે.

ટ્વિટર અકાઉન્ટ @anwar0262 પર હાલમાં જ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય પોલીસકર્મી એક સાપનો જીવ બચાવતા જોવા મળે છે. તેઓ એક સાપને સીપીઆર આપતા દેખાઈ રહ્યા છે. સીપીઆરનો મતલબ થાય છે Cardiopulmonary Resuscitation. આ એક ઈમરજન્સી પ્રોસેસ છે. જેના કારણે કોઈનો જીવ બચાવી શકાય છે. જ્યારે હ્દય અચાનક ધડકવાનું બંધ કરી દે તો મોં દ્વારા દર્દીને આર્ટિફિશિયલ ઓક્સીજન સપ્લાઈ આપવામાં આવે છએ, જેનાથી હ્દય ફરીથી ધડકવા લાગે છે.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકશો કે એક પોલીસ કર્મી સાપના મોં હાથેથી પકડેલું છે અને બીજા હાથમાં સાપનું આખું શરીર છે. તે સાપની છાતીને કાનની નજીક લાવે છે અને તેની ધબકારા સાંભળે છે. બાદમાં તેઓ સાપના મોંમાં પોતાનું મોં નાખીને અંદર હવા ભરે છે. સાપ એકદમ અધમરેલી હાલતમાં છે. તે કોઈ પ્રતિક્રિયા આપતો નથી. પોલીસ કર્મી તેના છાતીના ભાગને દબાવે છે. બાદમાં મોંમા હવા ભરે છે. બાદમાં સાપ પર પાણી નાખે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો મધ્ય પ્રદેશના નર્મદાપુરમનો છે. જાણકારી અનુસાર, સાપને જંતુનાશક દવાવાળા પાણીમાં પડ્યો હતો. જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. પેસ્ટીસાઈડ પાણીથી તેનો જીવ પણ જઈ શકતો હતો. આ વીડિયોમાં દેખાઈ રહેલા પોલીસકર્મી અતુલ શર્માએ તેના મોંમાં હવા ભરી અને જીવ બચાવી લીધો.

આપને જણાવી દઈએ કે, આ સાપ ઝેરી નથી હોતો. તે એક રેટ સ્નેક અથવા ધમણ સાપ છે. થોડી વારમાં સાપ ભાનમાં આવે છે અને ત્યાંથી સડસડાટ કરતા નીકળી જાય છે. સાપને એકદમ ભાનમાં આવતા લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com