વારાણસીમાં એક ભાભીએ પોતાના દિયરના લગ્ન અટકાવવા માટે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ હતી. અહીં તેણે પોલીસને દિયરના લગ્ન અટકાવવા માટે આજીજી કરી હતી. તેની પાછળ જે કારણ બતાવ્યું છે, તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આખ ગામના લોકો એકઠા થયાં, આખો દિવસ પંચાયત બેઠી, પણ ભાભીની સમસ્યા હલ થઈ નહીં. કહેવાય છે કે, ભાભીએ દિયરના લગ્ન થશે, કંઈ પણ કરી નાખશે તેવી ધમકી આપી દીધી હતી.
આ કિસ્સો વારાણસીના ચૌબેપુરાનો છે. અહીં બુધવારે એક પરણેલી મહિલા જાલ્હુપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. તેણે પોલીસને લેખિતમાં ફરિયાદ આપીને પોતાના દિયરના લગ્ન અટકાવવા માટે આજીજી કરી હતી. તેણે અરજીમાં ગંભીર આરોપ લગાવ્યો છે. તેના પર પોલીસે તાત્કાલિક મહિલાના દિયરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો. તેની સાથે પરિવાર અને સમાજના કેટલાય લોકો એકઠા થઈ ગયા. આખો દિવસ પંચાયત ચાલી, પણ ભાભીની સમસ્યા હલ થઈ નહી. દિયરને સાંજે જાન લઈને જવાનું હતું. પોલીસે તેને પણ જતા રોક્યો. મહિલાની ફરિયાદ નોંધી લીધા બાદ પોલીસે કાર્યવાહી કરવાની વાત કહી છે.
મહિલાએ પોલીસને આપેલા અરજીમાં જણાવ્યું છે કે, તેના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી તેનો પતિ તેની પાસે આવ્યો નથી. આ દરમ્યાન દિયરે લગ્ન કરવાનું આશ્વાસન આપ્યું હતું. તે આ મહિલા સાથે પતિની માફક જ રહેતો હતો.મહિલાએ જણાવ્યું કે, દિયરથી તેને એક દીકરી પણ થઈ છે. મહિલાએ આરોપ લગાવ્યો કે, દિયરે તેની સાથે લગ્ન કરવા માટે એક લાખ રૂપિયા અને મોટરસાયકલની માગ કરી રહ્યો છે. જ્યારે મહિલાએ ના પાડી તો દિયરે ચંદોલીમાં બીજા લગ્ન નક્કી કરી લીધા.
પોલીસે પૂછપરછ માટે દિયરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો. તે લગભગ એક ડઝન લોકો સાથે અહીં આવ્યો હતો. અહીં આવીને તમામ આરોપ ખોટા હોવાનું કહ્યું હતું. સાંજે તેના લગ્ન હોવાની વાત કહીને તે નીકળી ગયો. પોલીસનું કહેવું છે કે, બંને પક્ષ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. પણ કોઈને રોકી શકાય નહીં. ફરિયાદ નોંધી લીધા બાદ કાયદેસરની કાર્યવાહી થશે.