મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ક્રેડાઈ અમદાવાદ ગાહેડની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો

Spread the love

આ પ્રસંગે  શેખર પટેલ,  આશિષ પટેલ, આલાપ પટેલ,  વિરલ શાહ અને અગ્રગણ્ય બિલ્ડરો તથા રીઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા

અમદાવાદ

અમદાવાદ ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ક્રેડાઈ અમદાવાદ ગાહેડની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો. ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રમુખ તરીકે  ધ્રુવ પટેલે પદભાર સંભાળ્યો હતો. જ્યારે સેક્રેટરી તરીકે  નિલય પટેલ અને ચેરમેન તરીકે  ચિત્રાક શાહે પદભાર સંભાળ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત ટીમને અભિનંદન આપ્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ ની નીતિથી કામ કર્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં નાણાકીય વ્યવસ્થાપનનો મજબૂત પાયો નાખ્યો છે. નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે રાજ્યમાં ધંધા રોજગાર માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કર્યું. રોડ રસ્તા, વીજળી, પાણી જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડી છે તેવું તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાતને આજે 20 વર્ષ પૂર્ણ થયા. વાઈબ્રન્ટ સમિટથી રાજ્યમાં વેપાર ઉદ્યોગ માટે ગ્લોબલ પ્લેટફોર્મ ઊભું થયું અને દેશ વિદેશના ઉદ્યોગકારો અહીં આવ્યા. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, G20 સમિટની સફળતાએ વૈશ્વિક લેવલે દેશનું ગૌરવ વધાર્યું.નવનિયુક્ત પ્રમુખ ધ્રુવ પટેલે આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે  શેખર પટેલ,  આશિષ પટેલ, આલાપ પટેલ,  વિરલ શાહ અને અગ્રગણ્ય બિલ્ડરો તથા રીઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com