શહેર પોલીસ કમિશનર અને AMC કમિશનર હાઈકોર્ટમાં હાજર રહ્યા, કોર્ટે કહ્યું કાયદાવિહીન શાસન નહીં ચાલે,લોકો સુધરતા નથી તો એ તંત્રની જવાબદારી ,કામ કરનારા મ્યુનસિપલ કર્મચારીઓ પર અને પોલીસ પર હુમલો થાય છે. તમે કેવાં પગલાં લીધાં છે ?
અમદાવાદ
અમદાવાદ સહિત રાજ્યમાં રખડતાં ઢોર, બિસ્માર રોડ-રસ્તા અને પાર્કિંગની સમસ્યાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટનું અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને AMC કમિશનરને હાજર રહેવા ફરમાન હતું. બન્ને અધિકારી હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. હાઈકોર્ટ પોલીસ અને AMC બન્નેને ઊધડો લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે કાયદાવિહીન શાસન નહીં ચાલે. પોલીસ અને સૈનિક સમાન તમે કરી શું રહ્યા છો? પોલીસ કે સરકારી અધિકારી કામ ન કરી શકે એ સ્થિતિ ઘણી એલાર્મિંગ છે. કડક હાથે કામ લો, સ્થિતિ સુધારવા અમે એક સપ્તાહનો સમય આપીએ છીએ. લોકો સુધરતા નથી તો એ તંત્રની જવાબદારી છે. સપ્તાહ પછી અમે સ્થિતિની સમીક્ષા કરીશું, બદલાવ નહીં દેખાય તો ચલાવી લેવાશે નહીં. 7 નવેમ્બર સુધીમાં કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટ નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટના આદેશ પ્રમાણે, કોર્ટમાં અર્બન ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર, અમદાવાદ શહેર એડિશનલ પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટે અમદાવાદ શહેર એડિશનલ પોલીસ કમિશનરને ખખડાવતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તમારા પર ભરોષો મૂકીને તમને પોલીસ કમિશનર બનાવ્યા છે.અમદાવાદ શહેરના લોકોનો તમારા પર ભરોસો છે. કોર્ટના નિર્દેશોનું પાલન થતું નથી. કામ કરનારા મ્યુનસિપલ કર્મચારીઓ પર અને પોલીસ પર હુમલો થાય છે. તમે કેવાં પગલાં લીધાં છે ?